ગાંધીધામ ટુડે, ન્યૂઝ : રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધ્યો છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને હીટવેવ અંગે સમજણ આપવી, ઓપન એર વર્ગ બંધ કરવા અને ગરમીમાં સ્કૂલના સમયમાં ફેરફાર કરવા જણાવ્યું છે. રાજ્યની તમામ સ્કૂલોમાં આ ગાઇડલાઇનનું પાલન કરાવવાનું રહેશે.
પ્રાથમિક શિક્ષણ વિભાગના શિક્ષણ નિયામકે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીને પત્ર લખીને જણાવ્યું છે કે, રાજ્યમાં ગુજરાત એક્શન પ્લાન 2025 મુજબ હીટવેવને સાઇલન્ટ ડિઝાસ્ટર તરીકે ગણવામાં આવશે. જેના તકેદારીના ભાગરૂપે તમામ સ્કૂલોમાં શિક્ષકોની મદદથી બાળકોને હીટવેવ અને તેની અસરો અને તેનાથી બચવાના વિશે સમજણ આપવી. ઉનાળા દરમિયાન કોઈ પણ ઓપન એર વર્ગો હાથ ધરવાના રહેશે નહીં.ગરમીની સિઝનમાં સ્કૂલના સમયમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવામાં આવે