ગાંધીધામ ટુડે, ન્યૂઝ : લેડીસ એન્વાયરન્મેટ એક્શન ફાઉન્ડેશન(ગાંધીનગર) અને દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે રર એપ્રિલના ઉજવવામાં આવતા વિશ્વ પૃથ્વી દિવસની થીમ પર યોજવામાં આવેલ. ચિત્ર સ્પર્ધાનાં ઈનામ વિતરણનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલ હતો. જેમાં ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ ગીથા જાેહરી(ગુજરાતના પ્રથમ મહિલા આઈ.પી.એસ ઓફિસર અને ડીજીપી), સુધી મિશ્રા(સેક્રેટરી), રેણુ પાંડે અને મીની મિશ્રા હાજર રહ્યાં હતા.
ડીપીટીના ડેપ્યુટી ચેરમેન સી.હરિચંદ્રન અને તેમના ટીમ મેમ્બર્સ પણ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સંસ્થાના સભ્યો દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ. વિવિધ સરકારી શાળાના આચાર્ય, સી.આર.સી તેમજ શિક્ષકોએ પણ પોતાની હાજરી આપી હતી.
લીફ સંસ્થા ગાંધીધામ તાલુકાની વિવિધ સરકારી શાળાઓમાં ભણવામાં નબળા વિદ્યાર્થીઓ માટે વાંચન, લેખન અને ગણન માટે ખાસ શિક્ષકની નિમણુંક કરીને તેમના સુધાર માટેનું કાર્ય કરે છે. સંસ્થા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે કટિબધ્ધ છે. લીફ મેનેજર શીતલ વાઘેલા, કોઓર્ડીનેટર શાંતા મારુ, તમામ શિક્ષકો અને ડીપીટીના મેમ્બર્સના સહકારથી કાર્યક્રમ સફળ રીતે પાર પાડ્યો હતો.