ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છ-ગાંધીધામ જિલ્લામાં ફરજ બજાવતા કુલ 128પોલીસ કર્મચારીઓ દ્વારા રૂબરૂ રજૂઆતની માંગણી કરવામાં આવી હતી. આ માંગણીને પગલે આજે કુલ 66 પોલીસ કર્મચારીઓની રજૂઆતને વાજબી ગણવામાં આવી હતી. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક દ્વારા આ 66 પોલીસ કર્મચારીઓને તેમના પોતાના ખર્ચે બદલી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

પોલીસ કર્મચારીઓની લાંબા સમયથી પડતર માંગણીઓ અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષક દ્વારા વ્યક્તિગત રીતે રજૂઆતો સાંભળીને આ કાર્યવાહી કરવામાં આવી છે, જે કર્મચારીઓના મનોબળને વેગ આપશે તેવી અપેક્ષા છે. આ બદલીઓથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનશે તેમ માનવામાં આવે છે.

