પૂર્વ કચ્છ પોલીસ બિહારી બાબુ બની બિહારથી આરોપી પકડી લાવી

પૂર્વ કચ્છ પોલીસ બિહારી બાબુ બની બિહારથી આરોપી પકડી લાવી પૂર્વ કચ્છ પોલીસ બિહારી બાબુ બની બિહારથી આરોપી પકડી લાવી

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : છેલ્લા પાંચ વર્ષથી એન.ડી.પી.એસના અલગ-અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીને બિહાર રાજ્ય ખાતેથી વેશપલટો કરી કંડલા મરીન પોલીસે ઝડપી લીધો હતો.

પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામઓની સુચના અન્વયે તેમજ નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગનાઓના તરફથી જિલ્લા તથા રાજ્ય બહાર નાસતા ફરતા આરોપી પકડી પાડવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ કંડલા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એ.એમ.વાળાના નેતૃત્વ હેઠળ નાસતા ફરતા આરોપી પકડવા સારુ કંડલા મરીન પોલીસ સ્ટાફના માણસોની અલગ ટીમો બનાવેલ. જેમાં હેડ કોન્સ્ટેબલ હરપાલદેવ રાણા, ઉદેસિંહ સોલંકી, પીસી કુલદિપ વ્યાસ, મહેન્દ્રસિંહ વાઘેલાને બિહાર ખાતે મોકલેલ.

જ્યાંથી ગાંધીધામ બી-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા એન.ડી.પી.એસ (કલમ ૮(સી), ર૦(બી), ર૯ મુજબના ગુનાના આરોપી પિન્ટુકુમાર શ્રીઅવધેશ મંડલ(રહે.નારાયણપુર નેવાદાસ ટોલા, થાના ઈસ્માઈલપુર, જિ.ભાગલપુર, રાજ્ય બિહાર)ને ટેકનીકલ એનાલીસીસ કરી તથા હ્યુમન ઈટેલીજન્સ દ્વારા સતત વોચમાં રહી વેશપલટો કરી પકડી પાડેલ છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *