પૂર્વ કચ્છ પોલીસે ‘સન્ડે ઓન સાયકલ’ રેલી યોજી, ફિટનેસનો સંદેશ ફેલાવ્યો

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ‘ફિટ ઇન્ડિયા મુવમેન્ટ’ અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસે ‘સન્ડે ઓન સાયકલ’ અભિયાન હેઠળ એક ભવ્ય સાયકલ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીનો મુખ્ય હેતુ સમાજમાં સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો.

પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક (SP) સાગર બાગમારના નેતૃત્વ હેઠળ, આ રેલી પોલીસ અધિક્ષક કચેરીથી શરૂ થઈ હતી અને પોલીસ હેડક્વાર્ટર ખાતે સમાપ્ત થઈ. લગભગ નવ કિલોમીટરના આ રૂટમાં પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક સાયકલિંગ ગ્રુપના સભ્યો સહિત અંદાજે સો સાયકલ સવારો ઉત્સાહભેર જોડાયા હતા.

Advertisements
Advertisements

આ પહેલ પોલીસ અને નાગરિકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની સાથે સાથે સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડી રહી છે. પોલીસ વિભાગ દ્વારા ફિટનેસને પ્રોત્સાહન આપતી આ પ્રવૃત્તિ સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment