પૂર્વ કચ્છ પોલીસની પ્રોહિબિશન પર મોટી કાર્યવાહી, વિદેશી દારૂનો જથ્થો નાશ

પૂર્વ કચ્છ પોલીસની પ્રોહિબિશન પર મોટી કાર્યવાહી, વિદેશી દારૂનો જથ્થો નાશ પૂર્વ કચ્છ પોલીસની પ્રોહિબિશન પર મોટી કાર્યવાહી, વિદેશી દારૂનો જથ્થો નાશ
Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : લાકડીયા પોલીસ સ્ટેશન અને ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસે પ્રોહિબિશનના ગુના હેઠળ જપ્ત કરાયેલ વિદેશી દારૂનો નાશ કર્યો.  

લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ-અલગ ગુનાઓમાં પકડાયેલ રૂ. ૩૬,૮૮,૫૪૫/- કિંમતનો વિદેશી દારૂનો નાશ લાકડીયા પોલીસે કર્યો હતો. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાનાઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. લાકડીયા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૪-૨૦૨૫ના સમયગાળા દરમિયાન કુલ ૧૦ ગુનાઓમાં વિદેશી દારૂ કબ્જે કરવામાં આવ્યો હતો. નામદાર કોર્ટનો હુકમ મેળવી, જે.આર. ગોહેલ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ, સાગર સાંબડા નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. જાડેજા અને નશાબંધી અને આબકારી અધિકારી ડી.આર. ધોબીની હાજરીમાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં વિદેશી દારૂની બોટલો ૫૪૫૮ નંગ, બીયર ટીન ૪૪૧ નંગ અને ક્વાટરિયાં ૪૮૮ નંગ મળીને કુલ મુદ્દામાલ રૂ. ૩૬,૮૮,૫૪૫/- નો નાશ કરાયો.  

Advertisements
Advertisements
ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા વિદેશી દારૂનો નાશ

તે જ સમયે, ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસે પણ પ્રોહિબિશનના ગુના હેઠળ જપ્ત કરાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કર્યો. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં તારીખ ૦૧/૦૧/૨૦૨૫ થી ૧૦/૦૩/૨૦૨૫ દરમિયાન પ્રોહિબિશનના કુલ ૦૮ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન મળીને કુલ નંગ-૩૯૮ જેની કિંમત રૂ. ૩,૦૨,૮૧૮/- હતી, તેનો નાશ કરવામાં આવ્યો. નામદાર કોર્ટમાંથી હુકમ મેળવ્યા બાદ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એસ.જે. ચૌધરી સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા અને નશાબંધી અને આબકારી અધિકારી શ્રી એ.એસ. ગોહિલ સાહેબની હાજરીમાં આ દારૂનો નાશ કરવામાં આવ્યો.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment