ફાસ્ટફૂડનાં લીધે પિત્તાશયમાં થાય છે પથરી !!

ફાસ્ટફૂડનાં લીધે પિત્તાશયમાં થાય છે પથરી !! ફાસ્ટફૂડનાં લીધે પિત્તાશયમાં થાય છે પથરી !!

ગાંધીધામ ટુડે, ન્યુઝ : બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે જનરલ સર્જરી કાન-નાક-ગળાંના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીધામના નિષ્ણાત જનરલ સર્જન ડો.કિશન કટુઆ દ્વારા અગાઉથી દરદીઓની તપાસણી કરી ઓપરેશન યોગ્ય ૧૪ દરદીનાં ઓપરેશન નવનીત સર્જિકલ ઓપરેશન થિયેટરમાં કરવામાં આવ્યાં હતાં. ડો. શિવાની, સંસ્થાના સ્થાનિક ડો. દીક્ષિત વેલાણી, ડો. આયુશી ગર્ગ અને ડો. કનક મોરી હાજર રહ્યા હતા. ડો. કટુઆએ વધુમાં જણાવ્યું કે, પિત્તાશયમાં પથરી થવાનાં કારણોમાં આજકાલની જીવનશૈલીમાં ખાસ ચરબીયુક્ત અને ફાસ્ટફૂડનું વધતું પ્રમાણ છે, જેના લીધે પિત્તાશયની કાર્યક્ષમતા ઘટી જાય છે અને જાે પિત્તાશયની કાર્યક્ષમતા ઘટે તો તેના લીધે તેમાં પથરી થાય છે. પિત્તાશયમાં પથરી થવી એ કાર્યક્ષમતા ઘટવાથી થતો રોગ હોઈ તેમાં પિત્તાશય કઢાવવું પડે છે. તે ઓપરેશન પછી દરદી પોતાનું સામાન્ય જીવન ગુજારી શકે છે. કાન-નાક-ગળાં રોગ તથા કેન્સરના નિષ્ણાત સર્જન ડો. મોહનીસ ખત્રી દરદીઓની તપાસણી કરે છે અને ઓપરેશનની જરૂર હોય તેવા દરદીઓને ઓપરેશનની તારીખ આપવામાં આવી, જે પૈકી કાનના પડદામાં કાણું પડેલા દરદીઓનાં ઓપરેશન રાહતદરે બિદડા સર્વોદય ટ્રસ્ટમાં કરવામાં આવે છે. સંસ્થાના ચેરમેન વિજય છેડાએ જણાવ્યું હતું કે, જનરલ સર્જન ડો. કટુઆ અને કાન-નાક-ગળાંરોગના ડો. ખત્રી દર શનિવારે બિદડા સર્વોદય ટ્રસ્ટમાં આવી દરદીઓની તપાસણી કરે છે અને ઓપરેશનની જરૂરત હોય તેવા દરદીઓનાં ઓપરેશન દર મહિને રાહતદરે કરવામાં આવે છે. ટ્રસ્ટી શાંતિભાઈ વીરા અને ડો. મયૂર મોતાએ આભાર વ્યક્ત કર્યો હતો.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *