- તોલાણી કોલેજમાં સ્ટાફની અછત અને સુરક્ષા મુદ્દે રજૂઆત
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : 2 જુલાઈ, 2025ના રોજ તોલાણી કોલેજ, આદિપુર ખાતે કોલેજના વિદ્યાર્થીઓ માટે 30થી વધુ ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની ઘટ હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી માટે વધુ સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા અને કેમ્પસ સંબંધિત અન્ય પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા હતા. માતંગ નિતેશ પી.લાલન દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે “શાળા પ્રવેશ ઉત્સવ”ના નામે થતા તાયફાઓ અને આંકડાની માયાજાળને બદલે કચ્છ જિલ્લાની કથળતી શિક્ષણ વ્યવસ્થા સુધારવા માટે યુદ્ધના ધોરણે શિક્ષકોની ભરતી સરકાર દ્વારા કરવામાં આવે, જે વિદ્યાર્થીઓના હિતમાં રહેશે.
NSUI ગાંધીધામના નવા હોદ્દેદારોની વરણી
આ ઘટના બાદ, ગાંધીધામ NSUIના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. NSUI ગાંધીધામના પ્રમુખ તરીકે મયુર સુંઢા, મહામંત્રી તરીકે પરેશ ફુફલ, ઉપપ્રમુખ તરીકે વિશાલ કટારીયા અને વિજય સુંઢાની નિમણૂક કરવામાં આવી. આ ઉપરાંત, મંત્રી તરીકે હરેશ કટુવા, નવીન વિંઝોડા, વિશાલ સંજોટ અને સહમંત્રી તરીકે અજય મારવાડા, રોનક ભર્યા સહિતના નવનિયુક્ત હોદ્દેદારોને કચ્છ કોંગ્રેસના યુવા નેતા માતંગ નિતેશ પી.લાલનના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

માતંગ નિતેશ પી.લાલને આ પ્રસંગે નવા હોદ્દેદારોને આગામી સમયમાં વિદ્યાર્થીઓના હક્ક અને અધિકારો માટે મજબૂત રીતે લડવા અને સંગઠનને વધુ મજબૂત કરવા હાકલ કરી હતી. કચ્છ જિલ્લા NSUIના પ્રમુખ ૠષીરાજસિંહ જાડેજાએ તમામ હોદ્દેદારોને આવકાર્યા હતા. આ પ્રસંગે જયેશ થારુ, ભૌતિક કુમાર, ચંચલ સુંઢા, નમ્રતા કટુવા, આરતી વિંજોડા, તમ્મના સુંઢા અને રોહિત મહેશ્વરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
