ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ઓલ ઈન્ડિયા મારવાડી હોર્સ શો સોસાયટી જાેધપુર દ્વારા આયોજિત હોર્સ શો ર૦રપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. આ હોર્સ શોમાં સમગ્ર ભારતમાંથી ર૦૦થી વધારે અશ્વોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાત ઉપરાંત પંજાબ, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોના અશ્વો જાેડાયા હતા.
ગુજરાતમાં કચ્છમાંથી આરતી સ્ટેબલસનો એકલવ્ય અશ્વનો અંદાનત વછેરા(એફએસ)ની સ્પર્ધામાં ચોથા ક્રમે આવ્યો હતો. આરતી સ્ટેબલસના માલિક કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને હરપાલસિંહ જાડેજા તેમજ ઓમકારસિંહ જાડેજાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, એકલવ્યએ સમગ્ર ભારતમાં ચોથો નંબરે આવતા સમગ્ર કચ્છનું ગૌરવ વધાર્યું છે અને આ ક્ષણ અમારા માટે ખુબજ ગૌરવની છે.