એક્સેલ્સિઅર મોડેલ હાઈસ્કૂલ-આદિપુરનો SGFI વોલીબોલમાં ભવ્ય વિજય

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : તારીખ 28/07/2025 ના રોજ એક્સેલ્સિઅર મોડેલ સ્કૂલ ખાતે યોજાયેલ SGFI (સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) વોલીબોલ ટુર્નામેન્ટમાં એક્સેલ્સિઅર મોડેલ હાઈસ્કૂલે શાનદાર પ્રદર્શન કરી વિજય મેળવ્યો છે. આ ટુર્નામેન્ટમાં ગાંધીધામ તાલુકાની કુલ 57 ટીમોએ ભાગ લીધો હતો.

ટુર્નામેન્ટની શરૂઆતમાં ખેલાડીઓને શાળાના મેનેજમેન્ટ, આચાર્ય શ્રીમતી હર્ષા મહેતા અને અન્ય મહાનુભાવો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું.

Advertisements

વોલીબોલ સ્પર્ધાના પરિણામો:

  • Under-14 (ભાઈઓ અને બહેનો): પ્રથમ સ્થાન
  • Under-17 (ભાઈઓ અને બહેનો): પ્રથમ સ્થાન
  • Under-19 (બહેનો): પ્રથમ સ્થાન
  • Under-19 (ભાઈઓ): દ્વિતીય સ્થાન

કબડ્ડીમાં પણ શાનદાર પ્રદર્શન

આ ટુર્નામેન્ટમાં વોલીબોલ ઉપરાંત કબડ્ડીની સ્પર્ધા પણ યોજાઈ હતી. જેમાં પણ એક્સેલ્સિઅર મોડેલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું:

Advertisements
  • Under-14 (ભાઈઓ): પ્રથમ સ્થાન
  • Under-14 (બહેનો): દ્વિતીય સ્થાન

શાળાના મેનેજમેન્ટ અને આચાર્યશ્રીએ આ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યની સ્પર્ધાઓ માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે સ્પોર્ટસ કન્વીનર શ્રી કમલેશ પટેલ, વ્યાયામ શિક્ષક શ્રી દીપક ગામોટ અને શ્રીમતી પૂજાબેન સહિત તમામ રેફરીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment