સામખિયાળીમાં મહિલા પર જીવલેણ હુમલો અને લૂંટ

Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભચાઉ તાલુકાના સામખિયાળીમાં એક મહિલા પર જીવલેણ હુમલો કરીને લૂંટ ચલાવવામાં આવી હોવાનો સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. મહિલાનો પીછો કરીને તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને દુપટ્ટા વડે ગળેટૂંપો આપી હત્યાનો પ્રયાસ કરાયા બાદ રૂ. 87,200ની કિંમતનો મુદ્દામાલ લૂંટીને શખ્સો ફરાર થઈ ગયા હતા. આ મામલે મહિલાના પતિ સહિત ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

સામખિયાળી પ્લોટ વિસ્તાર, શિવશક્તિનગરમાં રહેતા રઝિયાબેન દીનમામદ રાઉમાએ આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. રઝિયાબેનના લગ્ન રહીમ શેરમામદ રાઉમા સાથે થયા છે, પરંતુ છેલ્લા એક વર્ષથી તેઓ પોતાની માતા સાથે રહે છે. આંગણવાડી વર્કર તરીકે કામ કરતા રઝિયાબેને પોતાના પતિ વિરુદ્ધ ભચાઉ કોર્ટમાં અને સામખિયાળી પોલીસ મથકે અગાઉ પણ ફરિયાદ નોંધાવેલી છે.

Advertisements

ગત તારીખ 16 જુલાઈના રોજ રઝિયાબેન અને તેમના મામાનો દીકરો કામ અર્થે ગાંધીધામ ગયા હતા. ત્યાંથી કારમાં પરત સામખિયાળી જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બોલેરો નંબર GJ 01 KT 6321 માં બેઠેલા સરફરાજ અનવર જેડા અને એક અજાણ્યા શખ્સે તેમની કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કારચાલક અને રઝિયાબેનના ભાઈ ઉમર રાઉમાએ ગાડી આગળ ભગાવી દીધી હતી.

ત્યારબાદ પાછળથી નંબર પ્લેટ વગરની કાર લઈને રઝિયાબેનનો પતિ રહીમ તેમની પાછળ આવ્યો હતો. કારમાંથી નીચે ઉતરીને રહીમે તેની પત્નીને માર માર્યો હતો, વાળ પકડીને ઢસડી હતી અને બળજબરીપૂર્વક કારમાં બેસી જવા કહ્યું હતું. જો તે સાથે નહીં આવે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. રહીમે રઝિયાબેન પર નોંધાવેલા તમામ કેસ પાછા ખેંચી લેવા દબાણ કર્યું હતું અને દુપટ્ટા વડે ગળેટૂંપો આપીને તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisements

આ હુમલા બાદ આરોપીઓ રઝિયાબેન પાસેથી મોબાઈલ અને ચેઈન સહિત કુલ રૂ. 87,200ની કિંમતનો મુદ્દામાલ લૂંટીને નાસી છૂટ્યા હતા. પોલીસે આ ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment