ગાંધીધામમાં પાણીના વેપારી પર જીવલેણ હુમલો, ગાડીમાં તોડફોડ

ગાંધીધામમાં પાણીના વેપારી પર જીવલેણ હુમલો, ગાડીમાં તોડફોડ ગાંધીધામમાં પાણીના વેપારી પર જીવલેણ હુમલો, ગાડીમાં તોડફોડ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ :ગાંધીધામના પાણીના વેપારી ભરતભાઈ સુંદરભાઈ ઠક્કર પર ગુરુવારે રાત્રે તેમના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલ પાણીના પ્લાન્ટ નજીક જીવલેણ હુમલો થયો હતો.

યશ જશવંતભાઈ ઠક્કર અને પ્રકાશ જશવંતભાઈ ઠક્કર (બંને સથવારા, સેક્ટર 5, ગાંધીધામ)એ તેમની મારૂતિ રીટ્ઝ ગાડીનો કાચ તોડી, હથોડા અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. ભરતભાઈને માથામાં 15 ટાંકા અને હાથમાં ગંભીર ઈજાઓ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

Advertisements
Advertisements

હુમલાખોરોએ અગાઉની પોલીસ ફરિયાદના મુદ્દે ‘જાનથી મારી નાખવાની’ ધમકી પણ આપી હતી. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment