ગાંધીધામ ટુડે, ન્યુઝ : સેન્ટ્રલ વેરહાઉસીંગ કોર્પોરેશન (સીડબ્લ્યુસી) દ્વારા આઈવેર સપ્લાય ચેઈન સર્વીસ લીમીટેડના સંયુક્ત પ્રયાસોથી સીડબ્યુસીની પહેલી કન્ટેનર રેક મુવમેન્ટનો ગાંધીધામ સાઈડીંગમાંથી આરંભ કરાયો હતો. આ ક્ષણે સીડબ્લ્યુસીના અધિકારીઓએ ઉપસ્થિત રહીને લીલીઝંડી આપીને ફુલી લોડેડ ટ્રેનને રવાના કરી હતી.

ગાંધીધામ સાઈડીંગથી સંચાલીત પહેલી કન્ટેનર રેક મુવમેન્ટ, જે લોજીસ્ટીક ક્ષેત્રમાં નવી શરૂઆત દર્શાવે છે, તેમાં 96 કન્ટેનરોની સફળ લોડીંગ પુરી કરી અને શેડ્યુલ રેકને રવાના કરાઈ હતી. આ ક્ષણે રેલવેમાંથી અમદાવાદ ડીઓએમ પંકજ તીવારી, ગાંધીધામ એટીએમ અતીકુર રહમાન, ટીઆઈ પ્લાનિંગ અજીત વિક્રમ, સીડબ્યુસીમાંથી અમદાવાદના રીજનલ મેનેજર જે. નવુક્કારાસુ, માર્કેટીંગ હેડ સુમિત વાઘ, પ્રોજેક્ટ હેડ ધીરજ શર્મા, ટર્મિનલ મેનેજર વિક્રમ સિંહ ગૌડ તેમજ આઈવેર તરફથી સીઈઓ ટ્વીકંલ તંવર, એમડી કૃષ્ણ તવંર ઉપસ્થિત રહ્યા હતા.

પંકજ તીવારીએ આને એક મહત્વપુર્ણ ઉપલબ્ધી ગણાવી હતી. તો રીજનલ મેનેજરે આ થકી વ્યાપાર અને ઔધોગિક ગતીવીધીમાં તેજી આવશે તેમ જણાવાયું હતું. સીઈઓએ લોજીસ્ટીક ઉધોગમાં નવા યુગની શરૂઆત ગણાવી હતી. આ રેકથી સીડબ્યુસીની પ્રથમ મુવમેન્ટ છે, જેમાઅ 96 કન્ટેનરની સફળ લોડીંગ કરાઈ હતી, ઈન્ડીયન રેલવે અને આઈવેરના સહયોગથી લોજીસ્ટીક ક્ષેત્રે પારદર્શી સમાધાનની રીતે આ આરંભને જોવાઈ રહ્યો છે.
