ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આજરોજ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારનાં અંજાર ટાઉન ખાતે રામનવમી તહેવારની શોભાયાત્રા માટેના રૂટ પર પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની આગેવાની હેઠળ તેમજ પ્રો. આઈ.પીએસ. વિકાસ યાદવ અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચોધરીની હાજરીમાં ફ્લેગ માર્ચ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન રેલીના રૂટ પર આવેલ સંવેદનશીલ સ્થળોની વિઝિટ કરવામાં આવી હતી અને આ તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને, તે માટે સમગ્ર સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ તહેવારની શાંતિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી તકેદારી રાખવા માટે સ્ટાફને સુચનાઓ આપવામાં આવી હતી.
ગાંધીધામમાં પણ ફ્લેગ માર્ચનું કરાયું આયોજન


રામનવમી તહેવારને લઈ ભારતનગરથી રથયાત્રાના રુટ પર એ ડિવિજન પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઇ