ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજાર તાલુકાના વરસામેડી ગામમાં પોલીસે દરોડો પાડીને ₹54,240 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, દરોડા દરમિયાન આરોપી રાજદીપસિંહ ભરતસિંહ ઝાલા હાજર મળ્યો ન હતો અને પોલીસ તેને પકડવા માટે વધુ તપાસ કરી રહી છે.
પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે, વરસામેડી ગામના ગેટ પાસે આવેલા ઠાકર મંદિર નજીકના એક વાડામાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ વાડામાં ઢોર બાંધવાના ઢાળિયામાંથી પોલીસને 8 PM, ઓફિસર ચોઈસ અને ગ્રીન લેબલ બ્રાન્ડની કુલ 96 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, પોલીસે વાડાના માલિક ભરતસિંહ મંગળસિંહ ઝાલાનું લાઇટ બિલ પણ કબજે કર્યું છે.