ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાત સરકારના પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ ગોપાલભાઈ આહીરના 68મા જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ રામબાગ સરકારી હોસ્પિટલ ખાતે ફળ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પરંપરાગત કાર્યક્રમમાં અનેક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ગાંધીધામના જાણીતા એડવોકેટ વરજાંગભાઈ ગઢવી, ગાંધીધામ તાલુકા ભાજપના મહામંત્રી બધાભાઈ આહીર, બક્ષીપંચ મોરચાના પ્રમુખ હેમંતભાઈ ગજર, ગાંધીધામ શહેર ભાજપના ઉપપ્રમુખ દિપેશભાઈ ભટ્ટ, ગાંધીધામ શહેર ભાજપના મંત્રી વૈભવીબેન ગૌર, ગુડ સાઈડ લોકલ ટ્રક ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ રામજીભાઈ આહિર, તેમજ હરેશભાઈ મુલચંદાણી, ગેલાભાઈ આહીર, સઘાભાઈ આહીર, ગગુભાઈ આહીર, નંદુભાઈ મિઠવાણી, જગદીશભાઈ દાફડા, સામજીભાઈ આહીર, પપ્પુ ભાઈ આહીર, મોહિતભાઈ આહીર, સધાભાઈ આહીર, રમેશ બડગા, ડૉ. દુખંતીરામ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવોએ હોસ્પિટલના દર્દીઓ અને સ્ટાફના ખબર અંતર પૂછી તેમની સુખાકારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમ વિજય શૈલેષ પટેલ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે.