ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ડીપીએની સીએસઆર પહેલ હેઠળ મહેશ્વરી સમાજ માટે કોમ્યુનિટી હોલનો શિલાન્યાસ કરાયો હતો. ડીપીએની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળની પહેલમાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ ગાંધીધામના આદિપુર અને જુની સુંદરપુરી ખાતે મહેશ્વરી સમાજને સમર્પિત બે કોમ્યુનિટી હોલનો શિલાન્યાસ કર્યો હતો. દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલાના સીએસઆર કાર્યક્રમ હેઠળ હાથ ધરવામાં આવી હતી. આ પહેલનો ઉદ્દેશ્ય મહેશ્વરી સમુદાયની સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે આધુનિક માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાનો હોવાનું જણાવાયું હતું.આ સમારોહમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ડીપીએના ઉપાધ્યક્ષ સી. હરિચંદ્રન, ચીફ વિજિલન્સ ઓફિસર જે.કે. રાઠોડ, સીપીઈએસ, ડેપ્યુટી ચીફ એન્જિનિયર શ્રીનિવાસ રાવ,પૂર્વ ધારાસભ્ય ગાંધીધામ વાલજી દનિચાની ઉપસ્થિતિ રહ્યા હતા. વર્સીભાઈ અને ધીરજ દાદા (ધર્મ ગુરુ), પ્રકાશ ભાઈ, પ્રમુખ (આદિપુર મહેશ્વરી સમાજ), વિજયભાઈ પરમાર, મોમયભાઈ ગઢવી અને જેઠાભાઈ પટારિયા, પ્રમુખ (ગાંધીધામ મહેશ્વરી સમાજ સુંદરપુરી)કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી સમાજ પ્રમુખ જીવરાજ મહેશ્વરી હાજર રહ્યા હતા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આદિપુર ખાતે મહેશ્વરી સમુદાય માટે કોમ્યુનિટી એસેમ્બલી હોલનું નિર્માણ ૨૫ લાખના ખર્ચે થશે, જેમાં આદિપુરમાં મહેશ્વરી સમુદાય માટે સુવિધાઓ વધારવા માટે કાયમી ગુંબજ આકારના શેડનું બાંધકામ કરાશે. તો જૂની સુંદરપુરી, ગાંધીધામ ખાતે મહેશ્વરી સમાજ માટે મેટાલિક શીટ કોમ્યુનિટી હોલનું નિર્માણ ૧૫ લાખના ખર્ચે કરાશે. હોલ એક બહુવિધ કાર્યકારી જગ્યા તરીકે સેવા આપશે, જે વિવિધ સમુદાય કાર્યક્રમો અને કાર્યક્રમોને સુવિધા આપશે.

