ખારીરોહર કન્યા શાળામાં નવકાર ક્લિનિક દ્વારા વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ખારીરોહર કન્યા શાળામાં આજરોજ એટલે કે તા. 19/07/2025ના નવકાર ક્લિનિક દ્વારા શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો માટે એક વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ડૉ. હિરેન મહેતા સાહેબની નિષ્ણાત ટીમ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. જેમાં ખાસ કરીને ડાયાબિટીસ ચેકઅપ, આંખ ચેકઅપ અને ડેન્ટલ ચેકઅપનો સમાવેશ થતો હતો. આ તબીબી સેવાઓનો લાભ શાળાના બાળકો તેમજ આસપાસના ગ્રામજનોએ મોટી સંખ્યામાં લીધો હતો.

Advertisements

નવકાર ક્લિનિક વતી ડૉ. હર્ષ આલવાણી, DMLT સ્વાતિ મહેતા અને કુણાલ સોનિયાએ આ કેમ્પને સફળ બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી વાઘેલા માવજીભાઈ શિવાભાઈ અને અધ્યક્ષ સૈયદ બાપુમિયા કાસમશા પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ આરોગ્યલક્ષી પહેલને બિરદાવી હતી.

Advertisements

આ પ્રકારના આરોગ્ય કેમ્પ સ્થાનિક સમુદાયના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવામાં અને તેમને જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં ખૂબ મદદરૂપ થાય છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment