ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા જુગારના અડ્ડા પર ધડાકાભેર કાર્યવાહી કરવામાં આવી. કાર્ગો રામદેવનગર અને એકતાનગર ઝુપડા વિસ્તારમાં જુગાર રમતાં કુલ 7 શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી કુલ રૂ. 20,600 જેટલા રોકડા તેમજ ગંજીપા પાના મળી આવ્યા છે.
પ્રથમ દરોડામાં રામદેવનગર ઝુપડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતાં અશોક મકવાણા, રઘુભાઈ મકવાણા, અમરતભાઈ દુદેશીયા અને મહેશ ઠક્કરને રૂ.10,400 સાથે ઝડપી પાડ્યા હતા.
બીજા દરોડામાં કાર્ગો એકતાનગર ઝુપડા વિસ્તારમાંથી જયંતી ચૌહાણ, લાલુભાઈ ચૌહાણ અને સોમાભાઈ પરમારને રૂ.10,200 તેમજ જુગાર સામગ્રી સાથે પકડી પાડવામાં આવ્યા હતા. બંને કેસમાં બી ડિવિઝન પોલીસ દ્વારા ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીધામના ગુરુકુળમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી: છ મહિલાઓ ઝડપાઈ
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના ગુરુકુળ ૧૦/એ, મ.નં. ૫૫ સામે જાહેરમાં ચાલી રહેલા જુગારધામ પર પોલીસે દરોડો પાડી છ મહિલાઓની ધરપકડ કરી હતી. પોલીસે સ્થળ પરથી ₹૬૩૦૦ રોકડા અને ૫૨ ગંજીપાના સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જુગાર અટકાયતી અધિનિયમની કલમ ૧૨ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ હેડ કોન્સ્ટેબલ રવીરાજસિંહ દિલીપસિંહ રાણા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમને ખાનગી બાતમી મળી હતી કે ગુરુકુળ ૧૦/એ, મ.નં. ૫૫ ની ગેટ સામે જાહેર જગ્યામાં કેટલીક મહિલાઓ ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહી છે.
આ બાતમીના આધારે પોલીસ સ્ટાફ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા લખીબેન સામતભાઇ આયર (ઉં.વ. ૫૨, રહે. ગુરુકુળ વોર્ડ નં.૧૦/એ, મ.નં.૫૫, ગાંધીધામ) , ચંદાબેન મનોહરલાલ ધનવાણી (ઉં.વ. ૬૩, રહે. મ.નં.૧૧૨, સાધુવાસવાની, આદિપુર, ગાંધીધામ) , અશા ઉર્ફે રૂક્શાનાબેન આમદભાઇ અરોરા (ઉં.વ. ૨૮, રહે. શાંતીવન સોસાયટી, મુન્દ્રા, જી. કચ્છ) , નયનાબેન વાલજીભાઇ કોટડીયા (ઉં.વ. ૪૭, રહે. મ.નં. બી/૯, શેરી નંબર-૦૩, પ્રમુખ સ્વામીનગર, ભુજ, કચ્છ) , પુનમબેન વા/ઓ ગીરધારીલાલ ગુરબાની (ઉં.વ. ૫૦, રહે. મ.નં. ૨૪૯, મારુતીનગર, મેઘપર બોરીચી, તા.અંજાર) , અને હંસાબેન કાલીદાસભાઇ પટેલ (ઉં.વ. ૬૩, રહે. મ.નં.સી/૧૧૨, શેરી નંબર-૦૨, પ્રમુખ સ્વામીનગર, ભુજ, કચ્છ) ઝડપાઈ હતી.
કુલ ₹૬૩૦૦ રોકડા અને ૫૨ ગંજીપાના જપ્ત કરવામાં આવ્યા હતા. ઝડપાયેલી મહિલાઓને બી.એન.એસ.એસ. કલમ-૩૫(૩) મુજબ નોટિસ આપી એક દિવસમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આ કેસની વધુ તપાસ આસીસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર રમેશભાઈ બાવલભાઈ મેણીયાને સોંપવામાં આવી છે.