ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આજરોજ શિણાય હેડકવાર્ટર ખાતે ઉદઘાટન અને લોકદરબાર અર્થે આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળીને શાંતિપુુર્વક રીતે કચ્છ અને ગાંધીધામમાં ખુલ્લેઆમ વેંચાતા દારૂ અને ડ્રગ્સ અંગે કડક કાર્યવાહી કરવા અંગેનું આવેદનપત્ર આપવા માટે પહોંચેલી પુર્વ કચ્છ આમ આદમી પાર્ટીની ટીમને પોલીસ દ્વારા જબરદસ્તી 3 કલાક સુધી પીઆઇની ઓફીસમાં નજર કેદ કરી દેવામાં આવી હતી.
આજરોજ રાજ્યના ગૃહમંત્રી જ્યારે ગાંધીધામમાં હતા અને શિણાય ખાતે આવેલા પોલીસ હેડકવાર્ટરમાં તેમના કાર્યક્રમ દરમ્યાન શાંતિપુર્વક રીતે તેમને દારૂબંધીના અમલ અંગે અને ખુલ્લેઆમ વેચાતા દારૂ અને ડ્રગ્સ અંગે કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપવા પહોંચેલી આમ આદમી ટીમને પી.આઇ.ની ઓફીસમાં બેસાડી રખાઇ નજર કેદ કરી દેવામાં આવ્યા હતા અને અંદાજે 3 કલાક સુધી જેટલો સમય તેમને બહાર નીકળવા દેવામાં આવ્યા ન હતા. પોલીસ દ્વારા અંગે કાર્યકર્તાઓ સાથે જબરદસ્તી પણ કરવામાં આવી હતી. લોકદરબારનો કાર્યક્રમ હોવા છતાં લોકોને રાજ્યના ગૃહમંત્રી સુધી પહેાંચવા દેવામાં આવ્યા ન હતા.
આ દરમ્યાન આમ આદમી પાર્ટીના પુર્વ કચ્છના પ્રમુખ ડો. કાયનાત અંસારી આથા, રાજુભાઇ લાખાણી, રાયશીભાઇ દેવરીયા, રાજુભાઇ સોલંકી, અભિમન્યુ મહેતા, સુરેશ બરુપાલ ઉપસ્થિત રહેતા હતા.