ગાંધીધામના એડવોકેટ દ્વારા ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ નામના શો સામે કાર્યવાહી કરવા માંગ

Gandhidham advocate demands action against show called India's Got Latent Gandhidham advocate demands action against show called India's Got Latent

ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ કોમેડિયન સમય રૈના તેના અનફિલ્ટરડ અને ડિરેક્ટ કન્ટેન્ટ માટે જાણીતો છે ત્યારે તેના એક શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના તાજેતરના એક એપિસોડમાં જાણીતો યુટ્યુબર-પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયા આશિષ ચંચલાની, જસપ્રીત સિંહ અને અપૂર્વ મુખિજા જેવા કન્ટેન્ટ ક્રીએટર કે જેઓ ‘ધ રિબેલ કિડ’ તરીકે જાણીતા છે તેમની સાથે જોડાયો હતો અને આ શો દરમિયાન તેણે એક સ્પર્ધકને એવો પ્રશ્ન પૂછ્યો હતો જેને લઈને રણવીરની હાલ ટીકા કરવામાં આવી રહી છે.

ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં હંમેશા સ્પર્ધકોને અતરંગી સવાલો પૂછવામાં આવતા હોય છે તે સામાન્ય છે તેવામાં તાજેતરના એક એપિસોડમાં રણવીરે જાણે તમામ હદ વટાવી દીધી હોય તેમ એક સ્પર્ધકને પ્રશ્ન કર્યો હતો કે, “Would you rather watch your parents have sex for the rest of your life — or would you join in once and stop it forever?” (“શું તમે તમારા માતાપિતાને તમારા બાકીના જીવન માટે દરરોજ સેક્સ કરતા જોવાનું પસંદ કરશો કે એક વાર જોડાઈને તેને કાયમ માટે બંધ કરી દેશો?”)

આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર ટીકા અને ટિપ્પણી કરી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે ગાંધીધામના એડવોકેટ દ્વારા કેન્દ્રીય મંત્રી અને પૂર્વ કચ્છ એસપીને ગોટ લેટેન્ટ શો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.

યુટ્યુબરો આશીષ ચંચલાની, જસપ્રીત સીંગ, અપ્રુવા માખીજા, રણવીર ઈલહબાદીયા, સમય રૈના દ્વારા ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ નામના શો માં અશ્લીલતાને પ્રોત્સાહન આપવા અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી સમાજમાં અભદ્રતા ફેલાવેલી હોય જે બાબતે તેમના વિરૂધ્ધ ગાંધીધામના ધારાશાસ્ત્રી નરેન્દ્ર જે તોલાણી, કુંદન ડી.પ્રસાદ, દિપક પી.ભાનુશાલી, આફતફ અહેમદ એ.શેખ, ધર્મેન્દ્રગીરીએ પૂર્વ કચ્છ એસપીને રજુઆત કરી હતી.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર પોલીસે યુટ્યુબર્સ સમય રૈના, રણવીર અલ્હાબાદિયા, આશિષ ચંચલાની, અપૂર્વ મુખિજા અને અન્ય લોકો સામે કેસ નોંધ્યો છે. કોમેડી શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ પર આ યુટ્યુબર્સ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ બાદ વિવાદ ઉભો થયો છે. આ કારણે ઘણા શહેરોમાં તેમની સામે કેસ નોંધાઈ રહ્યા છે. આ ક્રમમાં મહારાષ્ટ્ર પોલીસની સાયબર શાખાએ કોમેડી શોના તમામ એપિસોડની સમીક્ષા કર્યા પછી કેસ નોંધ્યો છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *