ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ચાલુ નાણાકીય વર્ષના ૧૫ દિવસ પછી મહાનગરપાલિકાના ટેક્સ વિભાગમાં વેરો સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 1 માર્ચ પછી પાલિકાના વેરાના બિલ જનરેટ થતા ન હતા હવે શરૂ થતા અંદાજે 60 હજારથી વધુ મિલકત ધારકો દ્વારા 10% રાહત નો લાભ લેવા માટે બિલ ભરવા દોડધામ શરૂ કરી છે. ગત નાણાકીય વર્ષમાં વેરાની આવક વધે તે માટે પગલા યોગ્ય પ્રમાણમાં લેવામાં આવ્યા ન હતા તેનું પરિણામ એ આવ્યું કે કુલ 49 કરોડથી પણ વધુ માંગણા સામે વસુલાત 19.50 કરોડ જેટલી જ થઈ હતી. અગાઉ પણ વસુલાત મુદ્દે જે તે સમયે નગરપાલિકા હતી ત્યારે તાકીદ કરવામાં આવી છે. હવે નવા નાણાકીય વર્ષમાં શરૂઆતથી જ કડક પગલાં ભરીને બાકીદારો સામે લાલ આંખ કરવામાં ન આવે તો ધાર્યું પરિણામ લાવી શકાય તેમ નથી.


Add a comment