ગાંધીધામ ટુડે, ન્યૂઝ: પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે ફરજ બજાવતા એ.એસ.આઈ કિંજલબેન નારણભાઈ ખોખરીયાએ તાજેતરમાં સુરત ખાતે યોજાયેલ ઓપન એશિયા પાવર લીફ્ટિંગ ચેમ્પિયનશીપ ર૦રપમાં ભાગ લીધો હતો. આ ઈન્ટરનેશનલ કોમ્પિટિશનમાં તેમણે ર ગોલ્ડ તથા ર સિલ્વર મેડલ મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ ક્ષેત્રે તેવો નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી ચુક્યા છે ત્યારે આ નવીનતમ સિદ્ધિ માટે પોલીસ પરીવાર સહિતના દ્વારા શુભેચ્છાઓ પાઠવાઈ હતી.


Add a comment