ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ સિટીજન્સ કાઉન્સિલ, ગાંધીધામ-આદિપુર દ્વારા ગાંધીધામ મહાનગરપાલિકાના નવા કમિશનર મનીષ ગુરવાણી સાથે શુભેચ્છા મુલાકાત યોજવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન, કાઉન્સિલના સભ્યોએ ફૂલગુચ્છ અર્પણ કરીને કમિશનરનું સ્વાગત અને અભિનંદન કર્યું હતું.
સિટીજન્સ કાઉન્સિલ વતી વડીલ કુમાર રામચંદાનીએ શહેરના વિવિધ મુદ્દાઓ અને સમસ્યાઓ પર ધ્યાન દોરતો એક પત્ર કમિશનરને સુપરત કર્યો હતો. આ પત્રમાં ગાંધીધામ વિસ્તારના વિકાસ કાર્યોને વેગ આપવા માટે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. કમિશનર મનીષ ગુરવાણીએ આ મુદ્દાઓ પર ધ્યાન આપવાની ખાતરી આપી અને ભવિષ્યમાં મહાનગરપાલિકા શહેરના હિત માટે શ્રેષ્ઠ કામગીરી કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ શુભેચ્છા મુલાકાતમાં ગાંધીધામ સિટીઝન કાઉન્સિલના પ્રતિનિધિઓ જેવા કે કુમાર રામચંદાની, નરેન્દ્ર બિલદાની, હરેશકુમાર તુલસીદાસ, દેવ દાદલાની, સમીર દુદાની, યોગેશ જોશી, જીતેન્દ્ર જોશી, અને સંજય જેઠાણી હાજર રહ્યા હતા.