ગાંધીધામ સંકુલને ધૂળ મુક્ત કરાશે: મ્યુનિસિપલ કમિશનરનું આયોજન

ગાંધીધામ સંકુલને ધૂળ મુક્ત કરાશે: મ્યુનિસિપલ કમિશનરનું આયોજન ગાંધીધામ સંકુલને ધૂળ મુક્ત કરાશે: મ્યુનિસિપલ કમિશનરનું આયોજન

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ અને આદિપુર શહેરોને ધૂળ મુક્ત બનાવવા માટે મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. અત્યાર સુધી સફાઈ અને માટી દૂર કરવા પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા હોવા છતાં પરિસ્થિતિમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી. આથી, મ્યુનિસિપલ કમિશનરે તાજેતરની બેઠકમાં સંબંધિત વિભાગોને ગાંધીધામ સંકુલને અન્ય મહાનગરોની જેમ ધૂળ મુક્ત બનાવવા માટેનું આયોજન ઘડવા સૂચના આપી છે.

કમિશનરે જણાવ્યું હતું કે હવે પછી જ્યારે આરસીસી, ડામર કે પેવરબ્લોકના નવા રોડ રસ્તા બનાવવામાં આવે ત્યારે ગલીઓ અને શેરીઓનું યોગ્ય માપ લઈને પૂરી જગ્યાને આવરી લે તે રીતે આયોજન કરવામાં આવે. ગાંધીધામ અને આદિપુરમાં લગભગ ૩૭૦ કિલોમીટરનું રોડ નેટવર્ક છે, જેમાંથી ૪૦ ટકા રસ્તાઓ પર મોટા ખાડાઓ છે અને બાકીના રસ્તાઓ પર ધૂળ અને માટીનું સામ્રાજ્ય છે, જેના કારણે નાગરિકો આંખ અને શ્વસનતંત્રની બીમારીઓથી પીડાઈ રહ્યા છે. તાજેતરમાં બનેલા ઓવરબ્રિજ પર પણ માટી હોવાથી વાહનો સ્લીપ થવાની ઘટનાઓ બની છે અને અકસ્માતોનું જોખમ વધ્યું છે.

આગામી સમયમાં ૮૦ કરોડથી વધુના ખર્ચે નવા રસ્તાઓ બનાવવાના આયોજનમાં વ્યવસ્થિત પ્લાનિંગ કરવા અને સફાઈ વિભાગને રોડ પરથી માટી દૂર કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે, જેથી શહેરને ધૂળ મુક્ત બનાવી શકાય.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *