ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ લઘુ ભારત તરીકે ઓળખાતા કચ્છની આર્થિક રાજધાની ગાંધીધામના સ્થાપના દિવસની ઉજવણી નો ઉત્સાહ શહેરમાં જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા ઝંડાચોક ખાતે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે અને કેક કાપીને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. વહીવટી તંત્રની સાથે અલગ અલગ સ્કૂલો અને સંસ્થાઓ પણ જોડાઈ રહી છે.
12 ફેબ્રુઆરી 1948ના ગાંધીધામની સ્થાપના કરવામાં આવી છે. લઘુ ભારત તરીકે ઓળખાતું શહેર વટ વૃક્ષ બની ગયું છે ઔદ્યોગિક ક્રાંતિના પગલે શહેરે વિકાસની હરણફાળ ભરી છે દેશભરના લોકો રોજગાર ધંધા અર્થે અહીં સ્થાયી થયા છે. આખા શહેરના 75 માં સ્થાપના દિવસની ઉજવણી માટે મહાનગરપાલિકા દ્વારા 12 ફેબ્રુઆરીના સવારે 9:30 વાગ્યાના અરસામાં આદિપુરમાં ભાઈપ્રતાપ દિયલદાસ ની સમાધિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે.
ત્યારબાદ સાંજના પાંચ વાગ્યાથી ગાંધીધામના ઝંડા ચોક ખાતે અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે ને અસંખ્ય શાળાઓ તેમાં જોડાઈ રહી છે રાત્રિના કેક કાપીને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે ને આ તકે જિલ્લા કલેકટર અને મહાનગરપાલિકાના વહીવટદાર અમિત અરોરા, કમિશનર મિતેશ પંડ્યા, સાંસદ વિનોદ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા, શહેરના અગ્રણીઓ ઉદ્યોગપતિઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે.
સ્થાપના દિવસની ઉજવણી માટે મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. સર્કલોના રંગ રોગાંન થઈ રહ્યા છે. તંત્રની સાથે સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ રહી છે અને ગાંધીધામ ને મહાનગરપાલિકા નો દરજ્જો મળતા 75 માં સ્થાપના દિવસ ની ઉજવણી એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.