ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓ માટે વિશેષ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન થયું છે.
પોલીસ ઇન્સપેક્ટર એસ.વી. ગોજીયાએ જણાવ્યું કે, રોજિંદી નોકરીના વ્યસ્ત સમયપત્રકમાં પોલીસકર્મીઓ પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે સમય ફાળવી શકતા નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને પોલીસકર્મીઓના સ્વાસ્થ્યની જાળવણી માટે આ પહેલ કરવામાં આવી છે. કૃષ્ણા એમ્બ્યુલન્સના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં ડૉ. કાર્તિક વોરા અને ડૉ. અવિનાશ ચૌધરીએ પોતાનો કીમતી સમય ફાળવ્યો. તેમણે પોલીસકર્મીઓને સ્વાસ્થ્ય જાળવણી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન અને ઉપયોગી સૂચનો આપ્યા હતા.

