ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ કાર્ગો ઝુંપડપટ્ટી બાપા સીતારામ નગરમાં છેલ્લા ત્રણ ચાર મહિનાથી પાણી નથી મળી રહ્યું જેના લીધે ત્યાંના લોકોને પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આકરા તાપ ઉનાળામાં ઉભી થયેલી પાણીની સમસ્યાને લીધે ખુબ વિકટ પરિસ્થિતિ વચ્ચે બાપા સીતારામ નગરમાં આર્થિક રીતે નબળો વર્ગ વધુ રહેતો હોવાથી મોંઘા વેચાતા પાણીના ટેન્કરો લેવા પડે છે. પાણી વગર અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે ત્યાં તાત્કાલિક ધોરણે પાણી પુુરતુ અને ગ્રેવિટીથી મળી રહે તેવી રજુઆતને ધ્યાને લઈ સમસ્યાનું નિરાકરણ લાવશો. સાથે ઘણા સમયથી ડી બી ઝેડ સાઉથ વિસ્તારની પાણીની સમસ્યા જેમને તેમ છે. થોડા સમય પહેલા પત્ર પાઠવી રજુઆત કરેલ. દુગર્ધવાળુ ગટર મિશ્રિત પાણી વિસ્તારમાં વિતરણ થઈ રહ્યું છે. સાથે ત્રણ વર્ષ પહેલા નવી પાણીની નાખેલ નાઈન ચાલુ કરવા બાબત તેની પત્ર દ્વારા જાણ કરેલ હતી. છતા આજે પંદર દિવસ વીતી ગયા સમસ્યા જેવી હતી તેવી જ છે. ના છુટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ ગાંધીધામ મહાનગરપાલિકાને આપેલા આવેદનપત્રમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિના કોર્ડિનેટર યાદવેન્દ્રસિંહ જાડેજા(હકુભા)એ જણાવ્યુ હતુ.
