ગાંધીધામ ટુડે, ન્યુઝ: મુળ રાપરના બેલાના અને છેલ્લા ચાર દાયકાથી ગાંધીધામને કર્મભુમિ બનાવનાર કાંતિલાલ ફુલચંદભાઈ આચાર્યના તા.ર૮/૦રના નિધન થવાથી ગાંધીધામ સંકુલમાં શોકની લાગણી ફેલાઈ છે. તેઓ સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રના સેવા કાર્યોમાં આગળ રહેતા હતા. તેઓએ સમાજ અને શિક્ષણ ક્ષેત્રમાં અનેક વિધ કામગીરી કરી જાહેર જીવન અને સામાજિક જીવનમાં સેવાની સુવાસ ફેલાવી હતી. તેઓ લોહાણા સમાજ ઉપરાંત અનેક સામાજિક – શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા.
અખિલ ગુજરાત – કચ્છ વાગડ સમાજનાં શિક્ષણ સમિતિના ચેરમેન પદે ર૦૧પથી ર૦૧૮ તથા ર૦૧૯થી ર૦ર૦ સુધી સમાજના પ્રમુખ પદે તો ર૦ર૩-ર૪માં સમાજના મેનેજીંગ ડાયરેક્ટર પદે સેવાઓ આપી હતી.