ગાંધીધામ શહેરને સંપૂર્ણ ફ્રી હોલ્ડ કરવા માટે માંગ

ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ મુખ્યમંત્રી સમક્ષ ગાંધીધામ વિસ્તારને લગતા પ્રશ્નો બાબતે રજૂઆત કરી

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના ધારાસભ્યએ મુખ્યમંત્રી સમક્ષ ગાંધીધામ વિસ્તારને લગતા પ્રશ્નો બાબતે રજૂઆત કરી હતી. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ગાંધીધામ પીજીવીસીએલની વિભાજ્ય કચેરીનું વિભાજન કરી, ગાંધીધામ શહેર પેટા (નવી અર્બન-૨) વિભાગીય કચેરી માટે આંકડાકીય સચોટ માહિતી સાથે તલસ્પર્શી રજૂઆત કરી હતી. જરૂરી માપદંડોની પુર્તતા સાથે અને મહાનગરપાલિકાના કારણે ગ્રામ્ય વિસ્તારોને પણ શહેરમાં સમાવેશ કરવાથી ભવિષ્યમાં પડનારી મુશ્કેલીઓ બાબતે રજૂઆત કરીને પેટા વિભાગય કચેરી માટે રજૂઆત કરી હતી.

ધારાસભ્યએ રાજ્ય સરકારને ગાંધીધામ મહાનગરપાલિકાના માળખાકીય વિકાસ માટે જમીન માલિકી બાબતે ઉંડાણપૂર્વક ચર્ચા કરી હતી. ગાંધીધામમાં રાજ્ય સરકાર માળખાકીય સવલતોમાં વધારો કરવા જમીન હસ્તરાંતર માટે રાજ્ય સરકાર તરફથી કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવે અને અત્યારની શહેરી વિસ્તારની જમીનને સંપૂર્ણપણે ફ્રી હોલ્ડ કરવામાં આવે એવી માલતીબેન તરફથી રાજ્ય સરકારને ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. ગાંધીધામ શહેરની વાહન વ્યવહાર સગવડતામાં વધારો કરવા ગાંધીધામ આદિપુરને જાેડતા મધ્ય માર્ગીય ટાગોર રોડની બંને બાજુએ સર્વિસ રોડના મજબૂતીકરણ, નવીનીકરણ કરવા માંગ કરી હતી.

ગાંધીધામને મહાનગરપાલિકા નો દરજ્જાે મળવા સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કિડાણા-ભારાપર જૂથ ગ્રામ પંચાયતમાંથી કિડાણાનો સમાવેશ મહાનગરપાલિકામાં કરવામાં આવ્યો છે, પરંતુ ભારાપર ગામના ગ્રામજનોની સગવડો, કાર્યો માટે જટિલ પ્રશ્નો સર્જાતા, ભારાપર ગામને ગ્રામજનોની માંગણી અનુસાર મહાનગરપાલિકામાં સમાવેશ કરવા રજૂઆત કરવામાં આવી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *