ગાંધીધામ ટુડે ન્યુઝ: ગાંધીધામ મહાનગરપાલિકાના વેરા વસૂલાત વિભાગ દ્રારા ગાંધીધામ ખાતે સેક્ટર-11 ના પ્લોટ નં.77, પ્લોટ નં.77/1 તથા પ્લોટ નં.94 ના બાકી મિલકત વેરા અનુક્રમે રૂ.7,54,527/-, રૂ.10,21,126/- અને રૂ.15,78,024/- સને 2024-25 ના માર્ચ-2025 અંતિત બાકી નીકળતા હોય તેઓને નોટીસ આપવામાં આવેલ છતાં આજદિન સુધી બાકી રકમ ભરપાઈ ન થતાં આજરોજ તા. 19/03/2025ના મહાનગરપાલિકા દ્વારા સદર પ્લોટ પર આવેલ કુકવેલ ફૂડ પ્રા. લિ. ને જપ્તી/સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી.

આ કામગીરીમાં મહાનગરપાલિકાના ફૂડસેફ્ટી ઓફિસર આનંદ ઉદવાની, ટેકસ ઇન્સ્પેક્ટર નિયત ધોળકિયા, સેનેટરી ઇન્સ્પેક્ટર મનોજ પવાની, ગાયત્રી પ્રસાદ જોષી, કમલ કેલા, અનિલ ભાટિયા, જય મોર્યાણી, દિલીપ તરણી હાજર રહ્યા હતા.

મહાનગરપાલિકા વિસ્તારના શહેરી તેમજ ગ્રામ્ય તમામ મિલકત ધારકોને જણાવવામાં આવ્યું હતું કે તેઓના બાકી વેરા સત્વરે મહાનગરપાલિકાની કચેરીએ ભરપાઈ કરશો અન્યથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની સર્વે બાકીદારોએ ગંભીર નોંધ લેવા જણાવાયું હતું.

