ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગાંધીધામ સંકુલની ઓળખ વિકાસ સંસ્કૃતિ અને સૌહાર્દ સાથે પ્રગતિને દર્શાવતો લોગો મહાનગરપાલિકાને મળી ગયો છે કોર્પોરેશનને નાગરિકો પાસે સંકુલના તમામ પાસાઓને આવરી લેતો લોગો મંગાવ્યો હતો તેમાં સેકડો લોકો સહભાગી બન્યા હતા અને તેમાંથી ભુજની ગૃહિણીનો લોગો પસંદ થયો છે. આ ઉજવણીમાં તમામ સ્પર્ધકોને મનપા દ્વારા આમંત્રીત કરાયા હતા.

મહાનગરપાલિકા ને 363 સ્પર્ધકોએ 553 લોગા બનાવીને મોકલ્યા હતા જેમાંથી લોગો સ્કુટી કમિટી દ્વારા છણાવટ કરીને ગાંધીધામની દીકરી લગ્ન પછી ભુજની પુત્રવધુ રિદ્ધિ દીપ મોરબિયા એ બનાવેલો લોગો મહાનગરપાલિકા માટે પસંદ કર્યો હતો. તેમણે “નગરસ્ય વિકાસહ રાષ્ટ્રસ્ય બલમ’ શહેરનો વિકાસ દેશની શક્તિ છે સ્લોગન સાથે લોગા માં સમાવિષ્ટ પાસા નું વિસ્તાર થી વર્ણન કરતા જણાવ્યું છે.કે ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનનું લોગો શહેરની ઓળખ અને વિકાસનું પ્રતીક છે. લોકોની એકતા, સંસ્કૃતિનો સૌહાર્દ અને પ્રગતિને દર્શાવે છે.
પાંદડું અને બલ્બ પર્યાવરણ અને ટકાઉ વિકાસ માટેની પ્રતિબદ્ધતા બતાવે છે. ગાંધીધામ વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓનું સુમેળ છે, જ્યાં લોકો એકતા અને સૌહાર્દ સાથે રહે છે. ઉદ્યોગ ચિહ્ન શહેરની ઉદ્યોગસર્જન અને આર્થિક વૃદ્ધિને દર્શાવે છે. ગાંધી સમાધિ શાંતિ અને સાદગીના મૂલ્યો જણાવે છે. જહાજ શહેરની વૈશ્વિક જોડાણની મહત્વપૂર્ણ ભૂમિકા બતાવે છે.

મહાનગરપાલિકા દ્વારા આ લોગાની પસંદગી કરવામાં આવી હતી સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ, સંજય રામાનુજ, મધુકાન્તભાઈ શાહ, તેજસ શેઠએ લોગાનું અનાવરણ કર્યું હતું અને વિજેતા રિદ્ધિ મોરબીયાનું ગાંધી માર્કેટ ખાતે સન્માન કરીને તેમને 21,000 નું પારિતોષિત આપવામાં આવ્યું હતું.