ગાંધીધામ પોક્સો કેસ: આરોપીને ૧૦ વર્ષની કેદ અને દંડની સજા

ગાંધીધામ પોક્સો કેસ: આરોપીને ૧૦ વર્ષની કેદ અને દંડની સજા ગાંધીધામ પોક્સો કેસ: આરોપીને ૧૦ વર્ષની કેદ અને દંડની સજા

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામની વિશેષ પોક્સો કોર્ટે ૨૦૨૩ ના એક પોક્સો કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસ ગાંધીધામ બી ડીવી પોલીસ સ્ટેશનમાં ૦૬/૦૩/૨૦૨૩ ના રોજ નોંધાયો હતો.  

આ કેસમાં આરોપી ધર્મેન્દ્ર રાજદેવ રાજભર, જે મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને હાલમાં ગાંધીધામના કારગો ઝૂપડામાં રહે છે, તેણે ફરિયાદીની ૧૫ વર્ષ અને ૯ મહિનાની સગીર દીકરીનું અપહરણ કર્યું હતું. આરોપીએ દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કર્યું અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.  

પોલીસે આ કેસની તપાસ કરીને આરોપી ધર્મેન્દ્ર રાજદેવ રાજભર વિરુદ્ધ પૂરતા પુરાવા એકત્રિત કર્યા અને તેની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી.  

આ કેસ એડી. સેસન્સ જજ અને વિશેષ પોક્સો જજ શ્રી એ.એમ. મેમણ સાહેબની કોર્ટમાં ચાલ્યો હતો. કોર્ટમાં સરકારી વકીલ શ્રી મહેન્દ્રસિંહ આર. જાડેજાએ સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા, જ્યારે સરકારી વકીલ શ્રી એસ.જી. રાણાએ સજા અંગે દલીલો કરી હતી.  

કોર્ટે તમામ પુરાવા અને દલીલોને ધ્યાને લઈને ૩૦/૦૪/૨૦૨૫ ના રોજ આરોપી ધર્મેન્દ્ર રાજદેવ રાજભરને આઈ.પી.સી. કલમ ૩૬૬ અને ૩૭૬(૨)(એન) હેઠળ દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને આઈ.પી.સી. કલમ ૩૬૬ માં ૧૦ વર્ષની સખત કેદ અને રૂ. ૧૦,૦૦૦ નો દંડ ફટકાર્યો હતો, અને જો દંડ ન ભરે તો વધુ ૩ મહિનાની કેદની સજાનો આદેશ આપ્યો હતો. આઈ.પી.સી. કલમ ૩૭૬(૨)(એન) માં પણ ૧૦ વર્ષની સખત કેદ અને રૂ. ૧૦,૦૦૦ નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૩ મહિનાની કેદની સજા ફટકારવામાં આવી હતી.  

કોર્ટે આદેશ આપ્યો કે દંડની રકમમાંથી રૂ. ૧૦,૦૦૦ ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવામાં આવે. આ સાથે, કોર્ટે ભોગ બનનારને વિકટીમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂ. ૧,૦૦,૦૦૦ નું વળતર ચૂકવવાની ભલામણ પણ કરી હતી.  

આ કેસમાં સરકારી વકીલ શ્રી મહેન્દ્રસિંહ આર. જાડેજા અને સરકારી વકીલ શ્રી એસ.જી. રાણા સરકાર પક્ષે હાજર રહ્યા હતા.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *