ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના નવી સુંદરપુરી વિસ્તારમાં આવેલા ધોબીઘાટ પાસે પોલીસને મળેલી બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે જુગારધામ પર દરોડો પાડી પાંચ જુગારીઓને રોકડ રકમ અને મોબાઇલ સહિત પકડી પાડ્યા હતા.
પીઆઈ એમ.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા ઓપરેશન દરમિયાન સુરેશ ભીમાભાઈ ઝાલા, ભરત ખેતાભાઈ ઝાલા, દિલીપ બળદેવભાઈ મકવાણા, ભાવેશ પમાભાઈ વાઘેલા અને મુકેશ કરશનભાઈ વડેચાને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
આ દરોડા દરમિયાન પોલીસે રૂ. 27,740 રોકડ અને ચાર મોબાઇલ ફોન, કુલ રૂ. 72,740નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર પ્રતિબંધક અધિનિયમ મુજબ ગુનો દાખલ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસની સુચના: પોલીસ વિભાગ દ્વારા સ્થાનિક જનતાને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવામાં આવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી છે, જેથી આવી અપરાધ પ્રવૃત્તિઓને અટકાવી શકાય.