ગાંધીધામ ટુડે, ન્યૂઝ : મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા (સરહદી રેન્જ, ભુજ) તથા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા અંજારના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એ.વી. રાજગોર દ્વારા સ્પા/હોટેલોમાં જોવા મળતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સૂચના અંતર્ગત ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્પાની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો રચવામાં આવી હતી.
જેથી મળેલી બાતમીના આધારે ભાઈ પ્રતાપ સર્કલ નજીક આવેલ રીટ્રીટ સ્પા પર દરોડો પાડી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્પા સેન્ટરમાં મહિલાઓ દ્વારા દેહ વ્યાપાર કરાવવામાં આવતો હોવાનું સામે આવતા આરોપી રાજુભાઈ બાબુભાઈ ઢીલા (રહે. વોર્ડ ૩/એ, આદિપુર, મુળ ડગારા, તા. ભુજ) સામે “ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ, 1956” હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.