ગાંધીધામ : વેપારી પર હુમલો, ગાડીમાં તોડફોડ કરનાર મુખ્ય આરોપીને સેશન કોર્ટમાંથી જામીન મળ્યા

ગાંધીધામ : વેપારી પર હુમલો, ગાડીમાં તોડફોડ કરનાર મુખ્ય આરોપીને સેશન કોર્ટમાંથી જામીન મળ્યા ગાંધીધામ : વેપારી પર હુમલો, ગાડીમાં તોડફોડ કરનાર મુખ્ય આરોપીને સેશન કોર્ટમાંથી જામીન મળ્યા

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ ગુનાના એક કેસમાં આરોપી તરીકે ફસાયેલા યશ જશવંતભાઈ ઉર્ફે ભરતભાઈ ઠક્કરને ગાંધીધામની નામદાર અધિક સેશન કોર્ટ દ્વારા 30 જૂન, 2025ના રોજ જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

આ કેસમાં ફરિયાદી દ્વારા 13/06/2025ના રોજ પોલીસમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, આરોપીએ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતેના પાણીના ગ્લાન્ટ ઉપર જઈ ચક્ક મારવાની ઘટનાને અંજામ આપ્યો હતો. તે સમયે ફરિયાદી તેમનાં પ્લાન્ટ ઉપર હાજર હતા અને પ્લાન્ટના કર્મચારીઓ પણ હાજરી આપેલ હતી.

ફરિયાદ અનુસાર, રાત્રે 9 વાગ્યા સુધી આરોપીએ ફરિયાદીની વાહનના ડ્રાઈવર સાઈડના કાચ ઉપર ભારે હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલાના પગલે કાચ તૂટી પડતાં ફરિયાદીને ઈજા પહોંચતાં આરોપી યશ સામે BNS કલમ 118(2), 324, 451(3), 296, 54 અને GVC કલમ 135 હેઠળ ગુનો દાખલ થયો હતો.

આ કેસમાં આરોપીને પકડીને જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની જામીન અરજી નામંજૂર થતા તેમને જેલ હવાલે કરાયા હતા. બાદમાં, આરોપી તરફથી તેમના વકીલ શ્રીમતી ઝવેરબેન મહેશ્વરી, શ્રી મુકેશ કે. મહેશ્વરી (માતંગ) તથા શ્રીમતી દિપાબેન ગુજરીયા દ્વારા ઉચ્ચ કાયદાકીય દલીલ સાથે જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.

આપેલા દલીલો તથા ગુજરાત હાઈકોર્ટના નિકાલ આધારિત ચુકાદાઓ રજૂ કર્યા બાદ નામદાર સેશન કોર્ટએ જામીન અરજી સ્વીકારી યશ ઠક્કરને ચાર્જશીટ રજુ થવા પહેલા જામીન પર મુક્ત કરવાનો હુકમ આપ્યો હતો.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *