ગાંધીધામ ટુડે ન્યુઝ: તા:9 માર્ચ 2025ના બી.એસ.એફ અને ઈસ્ટ કચ્છ પોલીસ ગાંધીધામની સંગાથ પ્રેરણા ફાઉન્ડેશન ગાંધીધામ દ્વારા મહિલા દિવસ નિમિતે ગાંધીધામ મધ્યે ફક્ત મહિલાઓ માટે નાઈટ મેરેથોનનું આયોજન કરાયું છે. પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા ચાલતા મહિલાઓ શશક્તિકારણનો કાયમી પ્રોજેક્ટના અંતર્ગત આ મેરેથોનનું આયોજન કરવામા આવી રહયું છે, આયોજનનો મુખ્ય હેતુ સેફ વુમન, સેફ ગાંધીધામ છે, આપણા શહેરમા રાત્રી સમયમા પણ મહિલાઓ સુરક્ષિત છે, એ વિચાર ધારાથી આયોજન સાંજના સમય કરવામા આવી રહયું છે. જયારે પ્રોજેક્ટ વિશે પ્રેરણા ફાઉન્ડેશનના ફાઉન્ડર પ્રદીપભાઈ પરિહાર, ડો કમલેશ થારવાની, ડો કાજલ થારવાની, રેખાબેન પરિહાર એ ગાંધીધામ તાલુકાના એસપી સાહેબ અને બીએસએફના કમાન્ડટ સાહેબને માહિતી આપી, ત્યારે તેમણે આ આયોજનમા પૂરો સહયોગ આપવાનું આશ્વાસન આપ્યું હતુ.
મેરેથોનની વાત કરવામાં આવે તો આદિપુર પંચમુખી હનુમાનજીના મંદિરથી સાંજે 5:30 એ શરૂ થશે, ડી.સી 5, જિલ્લા પંચાયત ઓફિસથી પંચમુખી હનુમાનજી મંદિર આદિપુર મધ્યે પૂર્ણ થશે. આ આયોજન સફળ બનાવવા પ્રેરણા ફાઉન્ડેશનના પ્રમુખ પલ્લવીબેન જોબનપુત્રા, સેક્રેટરી ડો રેનુ થદાની, ખજાનચી ભૈરવ સાપેલા જહેમત ઉઠાવી રહયા છે. વધુ માહિતી માટે 8866222666 પર સંપર્ક કરવા વિંનતી કરાઇ હતી.