ગાંધીધામ ટ્રાફિક પોલીસ દ્વારા ઠંડી છાસનું વિતરણ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ સમગ્ર રાજ્યમાં હાલ હિટવેવ પરિસ્થિતિ વચ્ચે અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે પ્રખર તાપમાં લોકોને રાહત મળે તે હેતુસર જન સેવા એજ પ્રભુ સેવાની ભાવના સાથે ગાંધીધામ સીટી ટ્રાફિક પીઆઇ વી.આર પટેલ, પી.એસ.આઇ.ડીજે પ્રજાપતિ સહિત સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા ભારતી માખીજાણી અને હેમા ગોલાણીના સહયોગથી ઓસ્લો સર્કલ ખાતે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisements

છેલ્લા થોડાક દિવસથી કચ્છનું તાપમાન પણ 40 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે, જેને લઈ લોકો ગરમીથી ત્રસ્ત થયા છે.આ પરિસ્થિતિમાં ગાંધીધામ સીટી ટ્રાફિક પોલીસ દ્વારા લોકો માટે નિશુલ્ક ઠંડી છાસનું વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે. પોલીસની આ સેવા કાર્યનો રાહદારીઓ અને વટેમાર્ગુઓ લાભ લઈ રહ્યા છે. જે ધોમ ધખતા તાપમાં લોકોને મોટી રાહત આપી રહી છે.

Advertisements
Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment