ગાંધીધામ ટુડે, ન્યુઝ : સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ઘરની બહાર કામકાજ માટે નીકળતા લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે તો બીજી બાજુ વાહન ચાલકોને સિગ્નલ પાસે ઊભા રહેવામાં ભારે તકલીફ થઈ રહી છે. ત્યારે આ સમસ્યાના ઉકેલ તરીકે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શનથી ગાંધીધામ સીટી ટ્રાફિક પીઆઇ વી.આર.પટેલ અને ટ્રાફિક પોલીસ દ્વારા માનવીય અભિગમ અપનાવતા ટ્રાફિક સિગ્નલ ઉપર મંડપ નાખવામાં આવ્યા છે, પોલીસ દ્વારા નેટ લગાવવાથી ટ્રાફિક સિગ્નલ ઉપર જે થોડા સમય માટે વાહન ચાલકોએ ઉભા રહેવાની ફરજ પડે છે, ત્યો તેમને ગરમીથી રાહત મળશે. આ પ્રયોગ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે.

