ગાંધીધામ ટુડે, ન્યૂઝ : સિંધી સમાજના આધ્ય ભગવાન ઝૂલેલાલના જન્મ જયંતીને ચેટીચંડ તરીકે ઉજવાય છે, આ પ્રસંગે ગાંધીધામમાં હરહંમેશ કરતા એક કદમ વધુ આગળ વધીને વિવિધતા સાથે ઉજવ્યું હતું. હજારો લોકો સવારથીજ માર્કેટમાં દેખાતા હતા તો બપોરના તમામ ઝુલેલાલ મંદિરોમાં મહાપ્રસાદ શરૂ થઈ ગયો હતો. પુર્વ સંધ્યાએ સિંધી યુવા શક્તિ દ્વારા વિશાળ બાઈક રેલી બાદ ચેટીચંડના વિશાળ શોભાયાત્રા નિકળી હતી, જેમાં ભગવાન ઝૂલેલાલ સાથેની વિવિધ ઝાંખીઓએ આકર્ષણ જન્માવ્યું હતું. જેમાં સંગીતના સથવારે હજારો લોકો થીરકતા જોવા મળ્યા હતા. સવારે ઝુલેલાલ મંદીર ટ્રસ્ટ ખાતે જ્યોતિ પ્રજવલ્લન, આરતી અને પલ્લવની વીધી કરાઈ હતી. દિવસ ભર ઝુલેલાલ મંદિરોમાં દર્શન અને પુજન અર્ચન કરતા લોકો જોવા મળ્યા હતા. મહાઆરતી, પુજન અર્ચન, દર્શનથી ભગવાન ઝુલેલાલના મંદિરો ગુંજી ઉઠ્યા હતા. આયોજનમાં સિંધી સમાજના આગેવાનો સીવાયના સમાજો પણ જોડાયા હતા, અને વિવિધ સેવાઓ અને સ્વાગતની સરવાણી વહી હતી.

શોભાયાત્રામાં સનાતન હિંદુ સમાજ, કંડલા કોમ્પલેક્ષ મહેશ્વરી મેઘવાળ સમાજ, ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ ઝુલેલાલ, દરિયાલાલ જન્મ જયંતિ નિમિતે નીકળેલ શોભાયાત્રામાં સિંધી સમાજ અને લોહાણા સમાજના આગેવાનોનું સન્માન કર્યું હતું. જેમાં પ્રમુખ સેવકરામ લખવાની, કુંદન ગુવાલાની, હરેશ મુલચંદાની, કાલુરામ ભાનુશાલી, દર્શનભાઈ ઈસરાની, મોહન ધારશી, દિનેશ જોબનપુત્રા, ભાવેશ આચાર્ય, પુર્વ વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય,અરવિંદ ઠક્કર, યોગેશ ઠકકર વગેરેનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે જીવરાજ ભાંભી, પ્રહલાદ ઠોટિયા, ભાજપ જિલ્લા પ્રમુખ દેવજી વરચંદમ રાજભા ગઢવી, સંજય ગાંધી, ધવલ આચાર્ય સહિતના ઉપસ્થિત રહ્યા હતા.







