ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના ભારતનગર વિસ્તારની મહિલાઓએ આમ આદમી પાર્ટી (AAP) પૂર્વ કચ્છના પ્રમુખ ડો. કાયનાત અંસારી આથાની આગેવાની હેઠળ ગાંધીધામ મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. આ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી આવતી ગટર, તૂટેલા રસ્તાઓ, પીવાના પાણીની સમસ્યા, આખલાઓનો ત્રાસ અને અસહ્ય ગંદકી જેવા પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી હતી.
પ્રશ્નો અને રજૂઆત
This Article Includes
ભારતનગર વિસ્તારના રહીશો વર્ષોથી અનેક મૂળભૂત સુવિધાઓના અભાવનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને ચોમાસામાં આ વિસ્તાર નર્કાગાર સમાન બની જાય છે. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં, ૩૦થી વધુ મહિલાઓએ ડો. કાયનાત અંસારી આથાની આગેવાનીમાં મહાનગરપાલિકા કચેરીએ ઘસી જઈ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી. તેમણે તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
મહાનગરપાલિકા કમિશનરની ખાતરી
મહિલાઓની રજૂઆત બાદ મહાનગરપાલિકાના મુખ્ય કમિશનરે ૧૫ દિવસમાં ભારતનગરના પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને પ્રજાકીય કાર્યો કરવાની બાંહેધરી આપી હતી.
ઉપસ્થિત અગ્રણીઓ
આ પ્રસંગે ડો. કાયનાત અંસારી આથા સાથે નિલેશ મહેતા, રાયશી દેવરીયા, અમૃત રાઠોડ, નિશા ચૌહાણ, માલદે આહીર, નીલેશ દાફડા સહિત ભારતનગર વિસ્તારની ૩૦થી વધુ મહિલાઓ હાજર રહી હતી.