ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના સેક્ટર 1માં આવેલા પ્લોટ નંબર 24, 25 અને 26 નજીક મહાનગરપાલિકા દ્વારા નાળાની સફાઈ કરવામાં આવી હતી, પરંતુ સફાઈ બાદ કચરો નાળાની બાજુમાં જ છોડી દેવાતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ અંગે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.

રહીશોનું કહેવું છે કે, નાળાનો કચરો ખુલ્લો પડ્યો રહેવાથી મચ્છર અને માખીનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે.જો આ કચરો વહેલી તકે ઉપાડવામાં નહીં આવે અને લોકો બીમાર પડશે તો તેની સંપૂર્ણ જવાબદારી કોની રહેશે તેવો સવાલ રહીશો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે. સ્થાનિકોએ તંત્રને આ બાબતે ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે કચરાનો નિકાલ કરવા અને લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરવા વિનંતી કરી છે.