પૂર્વ કચ્છને ભેટ : રામબાગ હોસ્પિટલ હવે જિલ્લા કક્ષા ની

પૂર્વ કચ્છને ભેટ : રામબાગ હોસ્પિટલ હવે જિલ્લા કક્ષા ની પૂર્વ કચ્છને ભેટ : રામબાગ હોસ્પિટલ હવે જિલ્લા કક્ષા ની

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છ માટે મહત્વપૂર્ણ જાહેરાતના રૂપમાં રામબાગ હોસ્પિટલને હવે જિલ્લા હોસ્પિટલનો દરજ્જો અપાયો છે. હાલ સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તરીકે કાર્યરત રહેલી રામબાગ હોસ્પિટલને 300 પથારીની જિલ્લાના સ્તરની હોસ્પિટલમાં અપગ્રેડ કરવાની સરકાર દ્વારા કવાયત શરૂ કરાઈ છે. આરોગ્ય વિભાગે 188થી વધુ સ્ટાફની ભરતી માટે લીલીઝંડી આપી છે, જેથી હોસ્પિટલની સેવા ક્ષમતા તેમજ સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.

હોસ્પિટલના અધિક્ષક ડો. હરેશ મટાણીએ આ જાહેરાતને પુષ્ટિ આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે હોસ્પિટલને જિલ્લાના દરજ્જો આપવાની જૂની માંગ વિધાનસભા સ્તરે મંજુર થતી વધુ બળ મળી છે. હોસ્પિટલમાં દરરોજ 500થી વધુ દર્દીઓ ઓપીડીમાં સારવાર માટે આવતા હોય છે, અને કચ્છના ભૌગોલિક વિસ્તરણ સાથેની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય જરૂરી ગણાયો હતો.

Advertisements

188 જગ્યા માટે મંજૂરી – વર્ગ 1 થી 4 સુધી વિવિધ કર્મચારીની ભરતી થશે

આ કવાયત હેઠળ આરોગ્ય વિભાગે રૂ. 4.43 કરોડની ફાળવણી કરીને કુલ 188 પદો માટે મંજૂરી આપી છે, જેમાં:

  • વર્ગ 1: સિવિલ સર્જન, વિવિધ વિશેષ તબીબો (ફિઝિશિયન, સર્જન, ગાયનેક, ડેન્ટલ, પેથોલોજિસ્ટ, સાઇકિયાટ્રિસ્ટ, વગેરે) સહિત 11 થી વધુ ઊંચા પદો
  • વર્ગ 2: દંત સર્જન, તબીબી અધિકારીઓ, નર્સિંગ સુપરીટેન્ડન્ટ, ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ, વગેરે
  • વર્ગ 3: સ્ટાફ નર્સ, લેબ ટેક્નીશિયન, ફાર્માસીસ્ટ, ઓપ્થલ્મિક ટેક્નીશિયન, એક્સ-રે ટેક્નીશિયન, વગેરે
  • વર્ગ 4: આસિસ્ટન્ટ, ઓટી એટેન્ડન્ટ, વોર્ડ આયા, પ્યુન વગેરે – આ પદો માટે આઉટસોર્સિંગથી ભરતી થશે

ભવિષ્યમાં મેડિકલ કોલેજની પણ અપેક્ષા

સત્તાવાર સૂત્રો અનુસાર, રામબાગ હોસ્પિટલની નવી ઈમારતના ઉદઘાટન પ્રસંગે તત્કાલીન આગેવાનો દ્વારા મેડિકલ કોલેજની પણ માંગ ઉઠાવવામાં આવી હતી. જો કે હાલમાં મેડિકલ કોલેજની કોઈ સત્તાવાર જાહેરાત નથી, છતાં જિલ્લા હોસ્પિટલનો દરજ્જો મળતા લોકોમાં આશા છે કે આગામી સમયમાં વધુ ઊંચી આરોગ્યસેવા ઉપલબ્ધ થશે.

Advertisements

સ્થાનિક નાગરિકો અને આરોગ્ય ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને ભવિષ્યમાં આરોગ્યસેવાઓમાં વધુ સુધારાની અપેક્ષા વ્યક્ત કરી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment