પૂર્વ કચ્છ-ગાંધીધામ પોલીસકર્મીઓ માટે દિવાળી પહેલા ખુશખબર: 47 કર્મચારીઓને પ્રમોશન અપાયા

Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ: પૂર્વ કચ્છ-ગાંધીધામ જિલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે દિવાળી પહેલા સારા સમાચાર આવ્યા છે. પોલીસ અધિક્ષક (SP) સાગર બાગમાર, આઈ.પી.એસ., દ્વારા તારીખ ૧૪/૧૦/૨૦૨૫ના રોજ બે અલગ-અલગ કચેરી હુકમો જાહેર કરીને કુલ 47 પોલીસ કર્મચારીઓને તદ્દન હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે. ખાતાકીય બઢતી કમિટીના નિર્ણયના આધારે આ પ્રમોશન અપાયા છે, જેનાથી પોલીસ દળમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે.

૧. બિન હથિયારી હેડ કોન્સ્ટેબલમાંથી ASI તરીકે બઢતી

પ્રથમ હુકમ મુજબ, 13 બિન હથિયારી પોલીસ હેડ કોન્સ્ટેબલોને બિન હથિયારી એ.એસ.આઈ. (Assistant Sub-Inspector) સંવર્ગમાં બઢતી આપવામાં આવી છે.

Advertisements
  • પગાર ધોરણમાં વધારો: હેડ કોન્સ્ટેબલ (લેવલ-૩, ₹૨૧૭૦૦-૬૯૧૦૦) માંથી એ.એસ.આઈ. (લેવલ-૪, ₹૨૫૫૦૦-૮૧૧૦૦) માં બઢતી મળી છે.
  • બઢતી મેળવનાર કર્મચારીઓના નામ: ચંદ્રશેખર સુખદેવ દવે, જબરદાન હેમદાન ગઢવી, જયુભા રમુભા જાડેજા, સમિત ભરતભાઈ ડાભી, ભરતકુમાર ભીખાભાઇ ભાટી, તનેરાજ નાગજી ચૌહાણ, રાજેન્દ્રકુમાર નરસિંહભાઇ પરમાર, લાખાભાઈ રામાભાઈ ઘાંઘર, માનાભાઈ વાલાભાઈ આહીર, રમણભાઇ સરદારભાઇ ચૌહાણ, વિપુલ રામનુજભાઈ ભગત, વનરાજસિંહ જુવાનસિંહ જાડેજા અને પ્રવિણભાઈ નારણભાઇ આલ.

આ તમામ કર્મચારીઓને હવાલો સંભાળ્યાની તારીખથી નવી જગ્યાએ ફરજો બજાવવા આદેશ કરાયો છે.

૨. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી

બીજા હુકમમાં, 34 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલોને બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ સંવર્ગમાં તદ્દન હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે.

Advertisements
  • પગાર ધોરણમાં વધારો: પોલીસ કોન્સ્ટેબલ (લેવલ-૧, ₹૧૮૦૦૦-૫૯૯૦૦) માંથી હેડ કોન્સ્ટેબલ (લેવલ-૩, ₹૨૧,૭૦૦-૬૯,૧૦૦) માં બઢતી મળી છે.
  • બઢતી મેળવનાર કર્મચારીઓના નામ: જીજ્ઞેશભાઈ દલજીભાઈ પાત્રોડ, ગોકળભાઈ વિરજીભાઈ ચૌધરી, પ્રજ્ઞેશકુમાર પોપટલાલ પટેલ, બિપીનકુમાર નાથાભાઈ જીલરીયા, દિગ્વિજયસિંહ કરીશભાઈ મસાણી, ભરતભાઈ સદાભાઈ ગવારીયા, ભુપેન્દ્રસિંહ અમૃતસિંહ બારડ, મુકેશસિંહ ભુપતસિંહ રાઠોડ, હિરાભાઈ શંકરભાઈ ગોહિલ, નરેશકુમાર રત્નાભાઈ ઠાકોર, જયપાલસિંહ ભુપતસિંહ સોઢા, રમેશભાઈ દેવજીભાઈ છાંગા, હરપાલસિંહ હેમુભા જાડેજા, તેજાભાઈ ચોથાભાઈ રબારી, દિવ્યરાજસિંહ હિમંતસિંહ જાડેજા, સુનિલ નાગશી દેવરીયા, લખમણભાઈ સાજણભાઈ ખાંભલા, અજીતસિંહ સ્વરૂપસિંહ જાડેજા, કર્મદિપસિંહ વનરાજસિંહ જાડેજા, મયુરભાઈ રામાભાઈ ગોજિયા, સુરેશકુમાર દાનાભાઈ સોલંકી, ભાવેશકુમાર રતુભાઈ ચૌધરી, અશ્વિનકુમાર વેરશીજી ઠાકોર, મહેશકુમાર ગોરાભાઈ ચૌધરી, મહેશભાઈ ઓખાજી ચૌધરી, કિશોરભાઈ રગનાથભાઈ ચૌધરી, દલભેસંગ દાદુજી પરમાર, અશોકભાઈ જોરાભાઈ ચૌધરી, રવિકુમાર દિનેશભાઈ આલ, જીતેન્દ્રકુમાર નારણજી મંડોરા, મહેશભાઈ લીલાભાઈ ઘોઘોળ, શંકરભાઈ અરજણભાઈ પટેલ, હરજીભાઈ નાગજીભાઈ રબારી અને અમરતભાઈ દેવશીભાઈ જાખેસરા.

બઢતી પામેલા તમામ કર્મચારીઓએ હવાલો સંભાળ્યા અંગેનો રિપોર્ટ કચેરીને મોકલી આપવાનો રહેશે. પૂર્વ કચ્છ એસ.પી. દ્વારા લેવાયેલા આ નિર્ણયથી પોલીસ કર્મચારીઓનો જુસ્સો વધ્યો છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment