- ખાસ કિસ્સામાં શિક્ષકોની કચ્છમાં ભરતીની માંગ સ્વીકારી
- આ ભરતીમાં કચ્છના સ્થાનિકોને જ શિક્ષક તરીકે સમાવાશે
- નોકરી પુર્ણ થાય ત્યાં સુધી તેમણે કચ્છમાં જ રહેવું પડશે
ગાંધીધામ ટુડે, ન્યૂઝ :આજરોજ ગાંધીનગર મધ્યે કચ્છ જિલ્લામાં શિક્ષકોની વધારે ઘટ હોતા આ ઘટ નિવારવા રાજ્ય સરકારમાં કચ્છ જિલ્લાના અમે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાને રૂબરૂ મળીને કચ્છ જિલ્લાની જનતા વતી ભારપૂર્વક રજુઆત કરી હતી અને કચ્છ જિલ્લામાં અલગથી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવો આગ્રહ કર્યો હતો.
તે રજુઆત ધ્યાને લઈને માન.સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ જીલ્લા માટે પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 સુધીમાં 2500 શિક્ષકોની તેમજ ધોરણ 6 થી 8માં 1600 શિક્ષકોની એમ કુલ 4100 શિક્ષકોની ભરતી કરવામાં આવશે, આ ભરતી પામેલ શિક્ષકો કાયમી કચ્છ જિલ્લામાં રહેશે અને બદલી પણ નહીં કરાવી શકે તેવી શરત સાથે ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.