ગાંધીધામ ટુડે, ન્યૂઝ : તાજેતરમાં શ્રી મતિયા નગર યુવા ગ્રુપ, અંજાર દ્વારા મહેશ્વરી સંપ્રદાયના પરમ પૂજ્ય શ્રી લુણંગ દાદાના પવિત્ર એકૈઇડા વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર વ્રત શ્રી લક્ષ્મણદાદા અને શ્રી દેવરાજદાદા માતંગ (વણઝારા) દ્વારા ધારણ કરવામાં આવ્યું હતું, જેની પૂર્ણાહુતિ મંગળવાર, 16 સપ્ટેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી.

કાર્યક્રમનો આરંભ સવારે 9:30 વાગ્યે મતિયા દેવ મંદિર, પ.પૂ. મતિયા નગર, અંજારથી ભવ્ય શોભાયાત્રા (સામૈયા) સાથે થયો હતો. ત્યારબાદ સવારે 11:00 કલાકે બારમતી પંથનું આયોજન થયું, જેમાં શ્રી લક્ષ્મણદાદા માતંગ (વણઝારા)એ પોતાના આશીર્વચન આપ્યા હતા. કાર્યક્રમના અંતે, બપોરે 12:00 કલાકે મહાપ્રસાદ (જમણવાર) યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો.
આ કાર્યક્રમમાં વિવિધ દાતાઓએ સહયોગ આપ્યો હતો. જેમાં જમણવારના દાતા તરીકે ભાવિક મંગલભાઈ ફફલ (શ્રી મોમાઈ કેટરર્સ) અને કમલેશ જખુભાઈ દેવરીયા (શ્રી ધણીમાતંગ સાઈકલ સર્વિસ)નો સહયોગ મળ્યો હતો. મંડપ અને સાઉન્ડ સિસ્ટમનો સહયોગ બાબુભાઈ રામજીભાઈ પારીયા (જસરાજ મંડપ સર્વિસ) દ્વારા કરવામાં આવ્યો હતો.

આ ધાર્મિક પ્રસંગે અનેક ધર્મગુરુઓ, સામાજિક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ધર્મગુરુઓ શ્રી ખીમજીદાદા માતંગ, શ્રી નવીનદાદા માતંગ, શ્રી શંભુ મહારાજ, અને શ્રી કિશોર મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સામાજિક અગ્રણીઓમાં અંજાર મહેશ્વરી સમાજના પૂર્વ મહામંત્રી મંગલભાઈ ફફલ, બહુજન આર્મી કચ્છ જિલ્લા પ્રમુખ મંગલભાઈ ડુગડિયા, મંગલભાઈ ધૂઆ, મોહનભાઈ ધૂઆ, કાનજીભાઈ દેવરિયા, પૂનમભાઈ ધૂઆ, દેવજીભાઈ વિંજોડા, લખુભાઈ વિંજોડા, હરિભાઈ ધૂઆ, પાલુભાઈ નોરીયા, આતુભાઈ ધૂઆ, મેઘજીભાઈ કન્નર, જગદીશભાઈ પારીયા, સુમારભાઈ ધૂઆ અને નારણભાઈ ઘોરીયા સહિત અનેક આગેવાનોએ હાજરી આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શ્રી મતિયા નગર યુવા ગ્રુપ, અંજારના પ્રમુખ નવીન એચ. પાતારિયા, ઉપપ્રમુખ હેમરાજ વી. આયડી, મહામંત્રી ધીરજ કે. દેવરિયા, મંત્રી પિયુષ એન. ધોરીયા, સહમંત્રી પ્રિતેશ આર. પારીયા, સહખજાનચી દિપેશ એસ. ધૂવા, અને મીડિયા ઈન્ચાર્જ વિજય કે. માતંગના સુચનાત્મક નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું.