ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ અહીંની પાંચ ટીમ્બર પેઢીમાં અમદાવાદ ડિરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલોજન્સ (ડીજીજીઆઇ)એ દરોડો પાડીને 37 કરોડના જીએસટી ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
અમદાવાદની ટીમે સ્થાનિક જીએસટીને સુતા રાખીને સફળ કાર્યવાહી કરી હતી. પૂર્વ કચ્છ અને ગાંધીધામ આસપાસ આવેલી ટીમ્બરની કંપનીઓમાં યેનકેન પ્રકારે જુદા જુદા કૌભાંડ આચરવામાં આવે છે કયાંક ખેડૂતો માટેનું ખાતર પોતાની કંપનીમાં મંગાવીને પ્લાય બનાવવા વાપરવામાં આવે છે કયાંક વનવિભાગની પરમીયનાં કૌભાંડ કરાય છે તો વળી કયાંક વિદેશથી લાકડું મંગાવી રોકડમાં તે વેંચી મારવામાં આવે છે.

ઓછામાં ઓછુય પુરૂ આવી પેઢીઓમાં કામ કરતા મજુરોની જીવા સ્થાનિક પોલીસમાં પણ ન કરાતી હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. આવામાં અમદાવાદની ટીમે સફળ કાર્યવાહી કરીને સ્થાનીક તંત્રનું નાક કાપીને હાથમાં આપી દીધું હતું. મોટાભાગના બનાવોમાં સ્થાનીક તંત્ર મધપુડામાંથી માત્ર મધ ચાખતું હોવાની ચર્ચા લોકોમાં સાંભળવા મળતી હોય છે.
દરમ્યાન અમદાવાદ ડીજીજીઆઇની ટીમે એમ.કે. ટીમ્બર, પીઆર વુડ, સરસ્વતી વુડ, શ્યામવુડ, એમ.કે. ટીમ્બર સહિત પાંચ પેઢીઓમાં કાર્યવાહી કરી હોવાનું અંતરંગ સૂત્રોએ જણાવ્યું હતું. આ પેઢીઓ વિદેશથી લાકડુ આયાત કરી તેનું બિલ વગર રોકડમાં વેચાણ કરાતું હોવાની જાણ ટીમને થઇ હતી જેના આધારે સર્ચ અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કાર્યવાહી દરમ્યાન ટીમને 37 કરોડની જીએસટી ચોરી મળી આવી હતી તેમજ એક પેઢીના માલિકના ઘરમાંથી 43 કરોડ રોકડ રકમ મળી આવી હતી. 18 ટકા જીએસટીની ચોરી કરવામાં આવતી હતી. સરકારી તિજોરીને ચૂનો ચોપડાવાના આ પ્રકરણમાં 37 કરોડની જીએસટીની ચોરી બહાર આવી હતી. ડીજીજીઆઇએ પેઢીના સંચાલકોના મોબાઇલ, લેપટોપના ડીજીટલ ડેટા નેશનલ ફોરેન્સિક સાયન્સમાં વધુ ચકાસણી અથે મોકલાવ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું.