ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી 2025: 2.5 વર્ષ બાદ પંચાયતોમાં મતદાન, 22 જૂને યોજાશે ચૂંટણી

ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી 2025: 2.5 વર્ષ બાદ પંચાયતોમાં મતદાન, 22 જૂને યોજાશે ચૂંટણી ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી 2025: 2.5 વર્ષ બાદ પંચાયતોમાં મતદાન, 22 જૂને યોજાશે ચૂંટણી

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાતમાં લાંબા સમયથી અટકેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની આજે જાહેરઆત કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનર ડો. એસ. મુરલીકૃષ્ણએ ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો.

તેમણે જણાવ્યું કે ચુંટણીનું જાહેરનામું 2 જૂન 2025ના રોજ બહાર પાડવામાં આવશે, જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9 જૂન રહેશે. મતદાન 22 જૂન 2025ના રોજ યોજાશે અને મતગણતરી 25 જૂન 2025ના રોજ હાથ ધરાશે.

આજરોજ ચૂંટણી જાહેરાત થતાં રાજ્યમાં આચાર સંહિતા તત્કાળ અમલમાં આવી ગઈ છે. મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ 27 મે 2025ના રોજ કરવામાં આવી હતી.

રાજ્યની કુલ 8326 ગ્રામ પંચાયતોમાંથી 4688 પંચાયતોમાં સામાન્ય, વિભાજન કે મધ્યસત્ર ચૂંટણી યોજાશે, જ્યારે 3638 પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે.

ચૂંટણી બેલેટ પેપર દ્વારા યોજાશે, ઇવીએમનો ઉપયોગ નહીં થાય. રાજ્યમાં લગભગ 4000 જેટલી પંચાયતોમાં છેલ્લા 3 વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે, જેમાંથી વધુમાં વધુ 1400 પંચાયતોની કારકિર્દી 30 જૂને પૂર્ણ થવા જઈ રહી છે.

રાજ્ય ચૂંટણી પંચના કમિશનરે મતદારોને અનુરોધ કર્યો છે કે, તેઓ ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય ભાગ લેશે અને લોકશાહીનો સન્માન જાળવી રાખશે. સાથે સાથે ઉમેદવારો અને રાજકીય પક્ષોને આચારસંહિતાનું પાલન કરવાનું પણ સુચવાયું છે.

મહત્વના તથ્યો:

  • જાહેરનામું: 2 જૂન 2025
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 9 જૂન 2025
  • મતદાન: 22 જૂન 2025
  • મતગણતરી: 25 જૂન 2025
  • કુલ પંચાયતો: 8326
  • બેલેટ પેપરથી મતદાન – ઈવીએમ નહીં ઉપયોગમાં લેવાશે

આ ચુંટણી સાથે રાજ્યમાં લાંબા સમયથી વહીવટદાર શાસન હેઠળ રહેલી ગ્રામ પંચાયતોમાં ફરીથી લોકશાહી સ્થાપિત થવાની આશા છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *