ગુજરાત RTE: 9000થી વધુ બેઠકો ખાલી, ત્રીજો રાઉન્ડ થશે શરુ

ગુજરાત RTE: 9000થી વધુ બેઠકો ખાલી, ત્રીજો રાઉન્ડ થશે શરુ ગુજરાત RTE: 9000થી વધુ બેઠકો ખાલી, ત્રીજો રાઉન્ડ થશે શરુ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અધિનિયમ હેઠળ ધોરણ 1માં વિના મૂલ્યે પ્રવેશ માટે રાજ્ય સરકારની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં બે રાઉન્ડ પૂર્ણ થઈ ગયા બાદ પણ 9000થી વધુ બેઠકો ખાલી રહી છે. ખાલી બેઠકોમાં સૌથી વધુ 5263 બેઠકો અંગ્રેજી માધ્યમની છે. આવી સ્થિતિમાં ત્રીજો રાઉન્ડ શરૂ કરવાની તૈયારી સરકાર તરફથી થઈ રહી છે.

આ વર્ષે આવક મર્યાદા વધારીને 6 લાખ કરવામાં આવતા કુલ 1,75,685 અરજીઓ પ્રાપ્ત થઈ હતી. રાજ્યની 9741 ખાનગી શાળાઓમાં RTE હેઠળ 25% બેઠકો અનુસાર કુલ 93,860 બેઠકો ઉપલબ્ધ હતી. પ્રથમ રાઉન્ડમાં 86,274 બાળકોને વાલીઓની પસંદગી અને કેટેગરીના માપદંડો મુજબ પ્રવેશ ફાળવવામાં આવ્યા હતા. જેમાંથી 80,461 બાળકોના વાલીઓએ પ્રવેશ કન્ફર્મ કર્યો હતો, જ્યારે 7586 બેઠકો ખાલી રહી હતી.

બીજા રાઉન્ડ પહેલા 73 નવી શાળાઓ ઉમેરાતા કુલ 9814 શાળાઓ થઈ ગઈ હતી અને બેઠક સંખ્યા વધીને 94,798 થઈ હતી. પ્રથમ રાઉન્ડ બાદ ખાલી રહેલી 14,345 બેઠકો માટે બીજો રાઉન્ડ યોજાયો હતો, જેમાં 7006 બાળકોને પ્રવેશ ફાળવાયો હતો.

28 મે સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરવાની છેલ્લી મુદત હતી. હવે, બંને રાઉન્ડના અંતે કુલ 93,270 પ્રવેશ ફાળવાયા હોવા છતાં માત્ર 85,760 પ્રવેશો જ કન્ફર્મ થયા છે. એટલે કે, કુલ 9157 બેઠકો હજુ ખાલી છે. આમાંથી અંગ્રેજી માધ્યમમાં 5263, ગુજરાતી માધ્યમમાં 1800, હિન્દી માધ્યમમાં 1920, મરાઠી માધ્યમમાં 30, ઓડિયા માધ્યમમાં 105 અને ઉર્દૂ માધ્યમમાં 39 બેઠકો ખાલી છે.

સરકાર ત્રીજો રાઉન્ડ વહેલી તકે શરૂ કરવાની તૈયારીમાં છે. આ વચ્ચે ધ્યાનયોગ્ય બાબત એ છે કે ઘણા વાલીઓએ પસંદગીની શાળા ન મળવાથી મળેલા પ્રવેશ કન્ફર્મ કરેલા નથી, જે ખાલી બેઠકોનું એક મોટું કારણ બની રહ્યું છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *