ગુજરાતીઓ તડકામાં શેકાવા તૈયાર રહેજો….!

Gujaratis be ready to bake in the sun....! Gujaratis be ready to bake in the sun....!

ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ આવનાર 7 દિવસોમા વાતાવરણ શાંત જોવા મળશે. જેમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ સામાન્ય કરતા વધુ તાપમાન નોંધાયું છે. લધુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો આવનાર 5 દિવસોમાં તાપમાન યથાવત રહેશે.

ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારે બદલાવ થવાની આશંકા સેવવામાં આવી નથી. જોકે, તાપમાન ધીરે ધીરે નીચું આવી શકે છે. તાપમાન ફોલિંગ ટેન્ડેન્સીમાં રહેશે. પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની છે. ઉત્તર દિશામાં હાલ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. જે બાદ પવનની દિશા ઉત્તર તરફની રહેશે. જેના કારણે તાપમાન ઘટવાનું અનુમાન છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

આ સાથે હવે દિલ્હીના હવામાનને લઈને એક મોટી અપડેટ પણ આવી છે. ભારતીય હવામાન વિભાગએ હવામાનને લઈને એક મોટી ચેતવણી જાહેર કરી છે. IMD એ જણાવ્યું હતું કે ગુરુવારે વરસાદની શક્યતા હોવા છતાં, આગામી 48 કલાકમાં તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. એક દિવસ પહેલા, દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી સેલ્સિયસ હતું.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *